Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

૩૧મી પછી જુની અેમઆરપી સ્ટીકરવાળો માલ-સામાન વેચી નહીં શકાય

નવી દિલ્હીઃ પહેલી એપ્રિલથી અમુક વસ્તુઓમાં બદલાવ આવી રહ્યો છે. જેમાં એક બદલાવ એવો પણ છે કે 31મી માર્ચ પછી જૂની એમઆરપી સ્ટીકર વાળો સામાન નહીં વેચી શકાય. આને રોકવા માટે સરકાર પર અમુક પગલાં લઈ રહી છે. આગળની વાત એમ છેકે ગયા વર્ષે જુલાઈમાં જીએસટી લાગૂ થયા પહેલાના સામાનને જૂની એમઆરપી પર નહીં વેચી શકાય. પ્રથમ એપ્રિલથી તમામ કંપનીઓ દરેક પેકિંગમાં વેચવામાં આવતી વસ્તુઓને નવા એમઆરપીના સ્ટીકર સાથે વેચવી પડશે. અંગેની જાણકારી મંત્રી રામ વિલાસ પાસવાને આપી હતી.

તેમણે સ્પષ્ટ કર્યું કે જીએસટી પહેલાની જે પ્રોડ્ક્ટસ પર બદાયેલી કિંમતના સ્ટિકર લાગેલા છે, તેને સ્ટીકર સાથે 31મી માર્ચ પછી નહીં વેચી શકાય. પાસવાને સ્પષ્ટ કર્યું કે વખતે 31મી માર્ચની સમય મર્યાદાને વધારવામાં નહીં આવે.

જીએસટી લાગૂ થયા બાદ કંપનીઓનો જે સમાના વેચાયો હતો તેને સંશોધિત એમઆરપીના સ્ટિકર સાથે સપ્ટેમ્બર સુધી વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં મુક્તિ વધારીને 31મી માર્ચ, 2018 સુધી આપવામાં આવી હતી.

(5:45 pm IST)