Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ટીડીપી સાંસદ શિવા પ્રસાદ સાડી, ગળામાં મંગલસુત્ર અને ચાંદલો લગાવી પહોંચ્યા સંસદભવન

સાંસદે સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવા મહિલાનો વેશ ધારણ કર્યો

 નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ માટે વિશેષ દરજજાની માંગને લઇને ટીડીપીએ સરકાર વિરૂધ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની નોટીસ આપી છે.  ટીડીપી પોતાની માંગને લઇને સદનની અંદર અને બહાર સતત વિરોધ કરી રહયા છે. આ જ અરસામાં ટીડીપી સાંસદ એન શિવા પ્રસાદ તેલગુની મહિલાનો વેશ ધારણ કરીને સંસદ ભવન પહોંચ્યા હતા.

 આજે જે તેઓ મંગળસુત્ર, સાડી, અને ચાંદલો લગાવીને સંસદ પરિસરમાં પોતાનો વિરોધ નોંધાવતા જોવા મળ્યા. સંસદમાં કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી પણ વિરોધ પ્રદર્શનમાં તેમની સાથે ઉભા રહયા. ટીડીપીના અવિશ્વાસ પ્રસ્તાવને કોંગ્રેસ પાર્ટી સમર્થન આપવા માટે તૈયાર છે.

(4:53 pm IST)