Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નેશનલ હેરલ્ડ કેસમાં યંગ ઈન્ડયાને દિલ્હી હાઈકોર્ટે ૧૦ કરોડ જમા કરાવવા આદેશ આપ્યોઃ કોઈ રાહત ન આપી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોનિયાજી-રાહુલ ગાંધીને સાંકળી લેતા નેશનલ હેરલ્ડ કેસમાં આજે યંગ ઈન્ડિયા પ્રા.લી. કંપનીને રાહત આપવા ઈન્કાર કરી ૧૫ માર્ચ અને ૧૫ એપ્રિલ પહેલા બે હપ્તામાં ૧૦ કરોડ જમા કરાવવા કંપનીને હુકમ કર્યો છે, કંપની ઉપર આવક વેરાના ૨૪૯ કરોડ ભરવાની નોટીસ સામે કંપનીએ મનાઈ હુકમ માંગ્યો હતો. યંત્ર ઈન્ડિયાએ કોર્ટને કહેલ કે અમારી પાસે આટલી રકમ નથી અને ટેકસ ભરવા બજારમાંથી પૈસા મેળવવા પડશે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પક્ષ ઉપર આરોગ્ય લગાવેલ કે નેશનલ હેરલ્ડ દૈનિકના માલિક એસો. જર્નલ્સ લી.ને ૯૦ કરોડનું કર્જ આપેલ છે. આ કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મુખ્ય સ્ટોક હોલ્ડર છે.

(5:20 pm IST)