Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સત્ય, વ્રત, તિર્થ અને જપ આપણા મનને શુદ્ધ કરે છે : પૂ. મોરારીબાપુ

મુંબઇમાં 'માનસ રામજન્મ કે હેતુ અનેકા' શ્રીરામ કથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા. ૧૯ : 'સત્ય વ્રત, તિર્થ અને જપ સહિતના કાર્યોથી આપણા મનને શાંતિ મળે છે અને શુદ્ધ થાય છે.' તેમ મુંબઇમાં પરમાર્થ સેવા સમિતિ દ્વારા કેન્સર પીંડીતોની સેવા માટે કાર્યરત નરગીસ દત્ત ફાઉન્ડેશનના વિશેષ સેવા માટે શનિવારથી આયોજીત 'માનસ રામજન્મ કે હેતુ અનેકા' શ્રીરામ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

ગઇકાલે શ્રીરામ કથાના બીજા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે જયાં ક્રોધ છે, ત્યાં રાવણત્વ જ હોય, જયાં બોધ હોય ત્યાં રામત્વ જન્મે. જયાં શ્રાપ હોય ત્યાં રાવણત્વ જન્મે., આશિર્વાદ હોય ત્યાં રામત્વ જન્મે, વિવાદ-વિખવાદથી રાવણત્વ પેદા થાય, સંવાદથી જ રામ જન્મે છે. આવનારા દિવસોમાં આવા હેતુઓની વિશેષ ચર્ચા થશે.

કથાના ક્રમમાં વિવિધ વંદના બાદ કાલે રામ નામનો મહિમા સંક્ષેપમાં વર્ણવાયો હતો જે રીતે રામચરિત માનસ છે એ જ રીતે રામચરિત માનસમાં નાનકડું નામ ચરિત માનસ પણ છે જે પંકિતઓ રામનામના પ્રભાવિ વિશે પ્રકાશ પાડે છે.

બાપુએ આજે વ્યાસપીઠને મળતા વિવિધ પ્રશ્નોના વ્યવસ્થિત ઉતરો આપી શ્રોતાઓના મનનું સમાધાન કર્યું હતું. પરમાર્થ સેવા ટ્રસ્ટને સારી એવી ધનરાશી એકઠી કરી નરગિસ દત્ત ફાઉન્ડેશનને સહાયના ઉમદા હેતુસર આ કથા પ્રવાહ વહી રહ્યો છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, જીવનમાં વહેવારિક પ્રશ્નો પુત્રએ પિતાને પૂછાય, વંશવારસા-પરંપરાનો પ્રશ્ન સંતાને માતાને પૂછવો, કોઇને પૂછી જ ન શકાય એવો હોય, મજબૂરી હોય એવા પ્રશ્નો મિત્રને પૂછાય, જીજ્ઞાસા સાથે કે કયાં વ્યકત કરવી એની ભૂમિકા બાંધતા બાપુએ કહ્યું કે સામાજિક-રાષ્ટ્રીય-રાજકીય પ્રશ્નો એના નિષ્ણાતોને પૂછવા-પ્રમાણિક નિષ્ણાતને પૂછવા, પરંતુ આધ્યાત્મિક પ્રશ્ન જે જીવનની શાશ્વતતાને સ્થાપિત કરે છે માત્ર-માત્રને માત્ર આપણા કોઇ બુદ્ધપુરૂષને પૂછાય. શિવએ પરમ ઉચ્ચતા, પરમ બુદ્ધતા, વિશ્વાસ અને વિચારના ઉચ્ચતમ શિખર છે, માત્ર પાર્વતીના પતિ જ નથી. વિચાર અને વિશ્વાસ એકસાથે રહે એ મોટા ભાગે મુશ્કેલ છે. વિશ્વના હિતરૂપે પૂછાયેલો છે પણ પ્રશ્ન એ છે કે આપણે પણ પ્રશ્ન હોય કોને પૂવું ? કૈલાસ એ સ્થૂળ ન સમજો એ બે પૂર્વીય સભ્યતાની આંતર ઉંચાઇનું નામ છે.

(4:49 pm IST)