Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રેલવે- સ્‍ટેશનો પર બનશે સેલ્‍ફી- પોઈન્‍ટ્‍સ

જયપુર, તા.૧૯: રેલવે- ટ્રેક પર સેલ્‍ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવવાના વધતા જતા કિસ્‍સાઓને ધ્‍યાનમાં રાખી રેલ્‍વેએ આના ઉપાયરૂપે સ્‍ટેશન પાસે સેલ્‍ફી- પોઈન્‍ટ્‍સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ કામ એક વર્ષમાં પુરૂં કરવાના આદેશ આપવામાં આવ્‍યા છે. ઘણા લોકોને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે સેલ્‍ફી લેવાનો શોખ હોય છે. યુવાવર્ગ મોટે ભાગે રેલવે- ટ્રેકની પાસે ઊભા રહીને સેલ્‍ફી લેવાની કોશિશ કરતો જોવા મળે છે, જેમાં ઘણી વખત જીવ ગુમાવ્‍યાના કેસ પણ બન્‍યા છે. એક રેલ્‍વે - ઓફિસરે જણાવ્‍યું હતું કે ‘સેલ્‍ફી- પોઈન્‍ટ્‍સ માટે લગભગ ૭૦ સ્‍ટેશનો પસંદ કરવામાં આવ્‍યાં છે. એમાં રાજસ્‍થાનમાં ગાંધીનગર અને જયપુર સહિત બીકાનેર, ઉદયપુર અને જોધપુર સ્‍ટેશન પર પણ સેલ્‍ફી- પોઈન્‍ટ્‍સ બનાવવામાં આવશે. સેલ્‍ફી- પોઈન્‍ટ માટે એવાં સ્‍થળોને પસંદ કરવામાં આવશે જે સુરક્ષિત હોય.'

(4:39 pm IST)