Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પારલે એગ્રોની એપ્‍પી ફિઝના નવા બ્રાન્‍ડ એમ્‍બેસેડર બનતો સલમાન

અમદાવાદઃ ભારતીય બેવરેજ કંપની પારલે એગ્રોએ બોલિવુડ સુપરસ્‍ટાર સલમાન ખાનને તેની બ્રાન્‍ડ એપ્‍પી ફિઝના નવા ચહેરા તરીકે જાહેર કર્યો છે અને તેનો હેતુ કેટેગરી એવરેજીસ કરતા વધુ પ્રમાણમાં પ્રગતિ સાધવાનો છે.

૨૦૦૫માં લોન્‍ચ થયા પછી રૂા.૬૫૦ કરોડની આ બ્રાન્‍ડ ફ્રૂટ અને ફ્રિઝ ડ્રિન્‍કસની કેટેગરીમાં માર્કેટ લીડર બની છે. બ્રાન્‍ડના બિગબોસ સિઝન ૧૧ સાથેના હાલનાં જોડાણને પણ અપ્રતિમ સફળતા મળી હતી. જેમાં પારલે એગ્રોએ શો દરમિયાન એપ્‍પી ફિઝ પેટબીટલની ખાસ એડિશન રજૂ કરી હતી અને સાથે પ્રશંસકોને તેમના હીરોને મળવાની તક પણ આપી હતી.પારલે એગ્રોના જોઈન એમડી અને સીએમઓ નાદિયા ચૌહાણે કહ્યું હતું કે એપ્‍પી ફ્રિઝે બે વર્ષથી મજબૂત ઉપસ્‍થિતિ બનાવી છે અને આ કોલોબ્રેશન સાથે અમે આક્રમક માર્કેટીંગ કદમો દ્વારા બ્રાન્‍ડને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. સલમાન ખાનના ચૂંબકીય વ્‍યકિતત્‍વને બ્રાન્‍ડની ઓળખ સાથે પ્રતિબિંબિત કરાશે અને તેમની આ લોકપ્રિયતા સાથે એપ્‍પી ફિઝના પાવરની સાથે બ્રાન્‍ડને ઘરેઘરમાં જાણીતી બનાવવા પ્રયાસ કરશે.

(4:14 pm IST)