Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જીવનસાથીની શોધ માટે મેટ્રીમોનિઅલ સાઇટ્‍સ કરતા ‘ડેટિંગ એપ્‍સ'નો ટ્રેન્‍ડ વધ્‍યોઃ એસોચેમ

૫૫% યુવાનોએ કેઝ્‍યુઅલ ડેટીંગ માટે મોબાઇલ ડેટીંગ એપ્‍સ વાપરતા હોવાનું જણાવ્‍યું

રાજકોટ તા. ૧૯ : મોબાઇલ ડેટિંગ એપ્‍સના માધ્‍મયથી માત્ર રીલ લાઇફમાં નહીં પરંતુ રિયલ લાઇફમાં પણ યુવાનો ડેટિંગ અને લાઇફ પાર્ટનર પસંદ કરી રહ્યા છે. એસોચેમ દ્વારા ૨૦થી ૩૦ વર્ષના ૧૫૦૦ જેટલા યુવાનો પર હાથ ધરવામાં આવેલા એક સરવેમાં એવું તારણ સામે આવ્‍યું છે કે, ‘મેટ્રો શહેરોમાં રહેતા યુવાનો હવે લાઇફ પાર્ટનર શોધવા મેટ્રોમોનિઅલ સાઇટ્‍સ કરતાં લોકેશન આધારિત અને ફ્રીમાં ઉપલબ્‍ધ મોબાઇલ ડેટિંગ એપ્‍લિકેશન્‍સ તરફ વળ્‍યા છે.'

એસોચેમના સેક્રેટરી જનરલ ડી.એસ.રાવતે જણાવ્‍યું હતું કે, આજના યુવાનો કરિયર, ફાયનાન્‍શિયલ કે રિલેશનશીપથી સંબંધિત નિર્ણયો સ્‍વતંત્ર રીતે કરતા થયા છે..

સરવે પ્રમાણે ૫૫્રુ યુવાનો કેઝ્‍યુઅલ ડેટિંગ માટે આવી એપ્‍સનો ઉપયોગ કરે છે. ૨૦% યુવાનોએ જણાવ્‍યું હતું કે તેઓ સિરીયસ પ્રકારના રિલેશનશીપમાં વિશ્વાસ કરતા હોવાથી લાંબા સમય સુધી સંબંધમાં રહી શકે તેવા પાર્ટનરને શોધવા ડેટિંગ એપ્‍સનો યુઝ કરે છે. ૧૦%એ કહ્યું હતું કે તેઓ માત્ર નેટવર્કિંગ માટે આવી એપ્‍સનો યુઝ કરે છે. તે ઉપરાંત ૧૦% એવા યુવાનો પણ હતા જેમને આવી ડેટિંગ એપ્‍સ વિશેની કોઇ માહિતી જ નહોતી.

(12:33 pm IST)