Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બિહારના ભાગલપુરમાં ભારે હિંસાઃ ફાયરીંગ-આગજની અને લાઠીચાર્જઃ ૬ પોલીસ સહિત ૯ને ઈજા

પટણા : બિહારના ભાગલપુર જીલ્લામાં નવા વર્ષની પૂર્વ સંધ્‍યાએ નીકળેલા જૂલુસ દરમિયાન અમુક આપત્તિજનક ગીતો સામે કેટલાક લોકોએ વાંધો ઉઠાવી પથ્‍થરમારો શરૂ કરતા ભારે હિંસા ફેલાઈ હતી. છ પોલીસ અને ત્રણ લોકો સહિત નવને ઈજા થઈ છે.

આ વિસ્‍તાર ભાજપના કેન્‍દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનો છે ચૌબેના પુત્ર અરિજિત ચોબેની આગેવાની હેઠળ ભારતીય જનતા પક્ષ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ અને બજરંગ દળના કાર્યકર્તાઓનું એક જૂલુસ નીકળ્‍યુ હતું. જે ભૂતનાથ મંદિરેથી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરતુ ફરતુ નાથનગર પહોંચેલું. આ ધાર્મિક જુલુસમાં ગીતો વગાડાતા હતા. જેના કેટલાક આકરા શબ્‍દો ઉપર ત્‍યાંના લોકોએ વાંધો ઉઠાવેલ. એ પછી બંને જૂથો વચ્‍ચે વિવાદ સર્જાતા વાત પથ્‍થરમારા સુધી પહોંચેલ અને જોતજોતામાં આ નાનકડા બનાવે હિંસક સ્‍વરૂપ ધારણ કરી લીધેલ.

આખો વિસ્‍તાર તનાવગ્રસ્‍ત થઈ ગયેલ. પોલીસવડાએ કહ્યુ હતું કે મામુલી વિવાદ પછી બે અલગ અલગ સમુદાયો વચ્‍ચે ઝઘડો થઈ ગયેલ. ફાયરીંગ થયુ હતું, પથ્‍થરમારો થયેલ અને દુકાનો તથા વાહનોને આગના હવાલે કરી દેવામાં આવેલ.

(12:30 pm IST)