Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ન્યુયોર્કર નામનાં એક મેગેઝીને ટ્રમ્પનું નગ્ન કાર્ટુન છાપ્યા બાદ વિવાદ

મીડિયાની દ્રષ્ટીએ ટ્રમ્પ કેવા છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

વોશિંગ્ટન :અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્થાનિક મીડિયા વારંવાર ચર્ચામાં રહે છે ટ્રમ્પ અમેરિકન મીડિયાને ભાંડતા પણ રહેતા હોય છે. જો કે ટ્રમ્પ અગાઉ પણ ઘણા પ્રેસિડેન્ટનાં મીડિયા સાથે આ પ્રકારનાં સંબંધો રહ્યા છે. પરંતુ હાલમાં ન્યુયોર્કર નામનાં એક મેગેઝીને ટ્રમ્પનું નગ્ન કાર્ટુન છાપ્યા બાદ વિવાદ ઉભો થઇ ગયો છે.

  ન્યુયોર્કર ટાઇમ્સ મેગેઝીનનું નવું કવર એક્સપોઝ્ડ ટાઇટલ સાથે પ્રકાશિત થયું છે. બ્લિટે આ કાર્ટુનમાં ટ્રમ્પને અમેરિકાનાં અધિકારીક લેકટર્ન (બોલવા માટેનું ઉભુ ડેસ્ક)ની પાછળ ઉભા રાખ્યા છે. સામે મીડિયા તેઓને જોઇ રહ્યું છે. એક રીતે મીડિયાની દ્રષ્ટીએ ટ્રમ્પ કેવા છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યોર્કરનાં આર્ટ ડાયરેક્ટર ફ્રેન્કોઇસ મોઉલીએ મેગેઝીનની વેબસાઇટ પર એખ પોસ્ટમાં લખ્યું કે, ટ્રમ્પની આ તસ્વીર સંત બોબ ડાયલેનનાં વાક્યની યાદ અપાવે છે. જેમાં તેઓએ કહ્યું કે, બધુ જ બરાબર છે માં (માત્ર મારુ લોહી વહી રહ્યું છે) ક્યારેક યુનાઇટેડ સ્ટેટનાં પ્રેસિડેન્ટને પણ નગ્ન અવસ્થામાં ઉભું રહેવું પડે છે.

    જો કે આ પહેલી ઘટના નથી કે ટ્રમ્પનું ભદ્દુ ચિત્રણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ તેઓને જ્યારે પ્રેસિડેન્ટનાં પદ માટે ઉમેદવાર જાહેર કરાયા ત્યારે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ રહેલી એક યુવતીએ તેમને બિકીનીમાં રજુ કર્યા હતા. જેમાં તેઓ રેમ્પ વોક કરી રહ્યા હોય તેવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(12:00 am IST)