Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોબાઈલ નંબર પોર્ટેબિલિટી પ્રક્રિયા વધુ સરળ બનાવવા ટ્રાઈની તૈયારી

ચાર્જને ઘટાડીને ચાર રૂપિયા કર્યા બાદ સમય ઓછો કરવા અને પ્રક્રિયામાં ફેરફાર કરાશે

નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન નિયમનકાર ટ્રાઇએ મોબાઇલ નંબર પોર્ટોબિલિટી (એમએનપી) સિસ્ટમની પ્રક્રિયા વધુ સરળ બનાવશે એમએનપી તે સિસ્ટમ છે જેમાં કોઈ ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક પોતાનો હાલનો મોબાઇલ નંબર જાળવી રાખતા બીજી કંપનીની સેવા લઈ શકે છે
  ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેન આર એસ શર્માએ જણાવ્યું કે, ઓથોરિટી આ મહિનાના અંત સુધીમાં આ મુદ્દા પર એક કન્સલ્ટેશન પેપર રજૂ કરશે. તેમણે કહ્યું કે, આ પહેલનો ઉદ્દેશ્ય એમએનપી પ્રક્રિયામાં લાગનારો સમય ઓછો કરવો અને પૂરી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. 

   ટ્રાઈના ચેરમેન આર એસ શર્માએ કહ્યુંઆ એમએનપી પ્રક્રિયાને જલ્દી કરવા માટે કન્સલ્ટેશન પેપર લાવી રહ્યા છીએ. કન્સલ્ટેશન પેપરનું લક્ષ્ય આ પ્રક્રિયામાં લાગનારો સમય ઓછો કરવો  તથા પ્રક્રિયામાં ફેરફાર કરવાનો છે. તેના પર કામ કરી રહ્યાં છીએ અને આ મહિનાના અંત સુધીમાં તેને જારી કરવામાં આવશે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાઇએ હાલમાં એમએનપી ચાર્જને 79 ટકા ઘટાડીને ચાર રૂપિયા કરી દીધો હતો. ટ્રાઇએ આ કામનો ઓછો ખર્ચ અને મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. એમએનપી દરોની સમીક્ષા માટે કન્સલ્ટેશન પ્રક્રિયા ડિસેમ્બર 2017માં શરૂ થઈ હતી. 

(12:00 am IST)