Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાહુલ દ્રવિડ સાથે છેતરપિંડી; સ્કીમમાં ચાર કરોડ સલવાયા :બેંગ્લુરુની કંપની સામે પોલીસ ફરિયાદ

કંપની દ્વારા 300 કરોડના કૌભાંડની તપાસ ચાલુ :800 લોકો છેતરાયા :કંપનીના મલિક સહીત કેટલાક એજન્ટોની ધરપકડ

બેંગ્લુરુ :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને અંડર-19 ટીમના કોચ રહુલ દ્રવિડ સાથે છેતરપિંડી થઇ છે તેને બેંગલુરુની એક કંપની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દ્રવિડનું કહેવું છે કે, કંપનીની એક પોન્ઝી સ્કીમમાં પૈસા જમા કર્યા હતા,દ્રવિડે વિક્રમ ઈન્વેસ્ટમેન્ટ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે,તેણે વધુ વ્યાજ મેળવવા માટે 20 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ 16 કરોડ જ પાછા મળ્યા. આમ, કંપનીએ દ્રવિડ દ્વારા જમા કરાવેલી મૂળ રકમ કરતા 4 કરોડ રૂપિયા ઓછા પાછા આપ્યા છે.

  આ બાબતે દ્રવિડે ઈન્દ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દ્રવિડની ફરિયાદ બનશંકરી પોલીસને સોંપી દીધી છે, જે કંપની દ્વારા કરવામાં આવેલા 300 કરોડથી વધુના કૌભાંડની તપાસ કરી રહી છે.

  બેંગલુરુ પોલીસે કંપનીના માલિક રાઘવેન્દ્ર શ્રીનાથ સહિત કેટલાક એજન્ટોને 800 લોકો સાથે છેતરામણી કરવાના આરોપમાં અરેસ્ટ કરી લીધા છે. પોલીસ અનુસાર, આ તમામ લોકોને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા મોટાપાયો કૌભાંડ કરવામાં આવ્યું છે અને પોલીસ બધા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે, સુરેશ સૂત્રમ બેંગલુરુના ખૂબ જ જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. પોલીસનું કહેવું છે કે, રાહુલ દ્રવિડ, બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ જેવા દિગ્ગજોને આ કંપનીમાં પૈસા લગાવવા માટે તૈયાર કર્યા હતા. તેમની વાતોમાં આવીને ઘણા ખેલાડીઓએ વિક્રમ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કર્યું હોવાની આશંકા છે.

 કંપનીએ ગ્રાહકોને તગડું વ્યાજ આપવાની વાત કરી હતી પણ તેના બદલે તેણે ગ્રાહકોની મૂડી પણ કાપી લીધી છે. કપંનીએ પોતાની સ્કીમમાં લોકોને 40 ટકા ઈન્ટરેસ્ટ આપવાની વાત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, આ ગેંગે અંદાજિત 300 કરોડથી પણ વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

(12:00 am IST)