Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઓલા - ઉબરના પેૈડા થંભ્‍યાઃ બે મુદત હડતાળ

કંપનીની પોલીસીથી ટેકસી ચાલકો ખફાઃ અંધેરી ઓફીસ ખાતે ટેકસી ચાલકો સપરિવાર વિરોધ કરશે : પોલીસ દ્વારા મહારાષ્‍ટ્ર નવનિર્માણ વાહતુક સેનાના અગ્રણીઓને હડતાળ મુદ્દે નોટીસ ફટકારાઇ

 મુંબઇઃ ઓલા-ઉબર ટેકસીચાલકોની  સમસ્‍યાઓનો ઉકેલ ન આવતો હોવાને કારણે આજથી ઓલા-ઉબર ટેકસીચાલકોએ બે મુદત હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. સાથો સાથ ઓલા-ઉબરની ઓફિસ પર પણ ટેકસીચાલકો મોરચો લઇ જશે. છેલ્લા કેટલાક સમયથી કંપનીની પોલીસ અને નિયમ ધારણાને કારણે ઓલા-ઉબર ચાલકોનો વ્‍યવસાય મંદ પડયો છે. જયાં સુધી ટેકસીચાલકોની માગણી નહિ સંતોષાય ત્‍યાં સુધી તેમણે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી

 ઓલા-ઉબર ચાલકો દ્વારા કોન્‍ટ્રાકટ વખતે કરવામાં આવેલી શરતો પાલન નહિં કરવામાં આવતુ હોવાનું અને  ટેકસીડ્રાઇવરની હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો. જો ટેકસીચાલકોના હિતનો વિચાર નહિ કરવામાં આવેતો બે મુદત હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્‍ચારવામાં આવી છે.

 અંધેરીખાતે આવેલા ઓલા-ઉબરની ઓફિસ સામે ટેકસીચાલકો તેમના પરિવાર સાથે પ્રદર્શન કરશેએમ હડતાળને સમર્થન આપનાર સંગઠને જણાવેલ છે.

 મુંબઇ પોલીસ દ્વારા સંબધિત કલમ હેઠળ મહારાષ્‍ટ્ર નવનિર્માણ વાહતુક સેનાના પ્રમુખ સંજય નાઇક, આરિફ  શેખ અને નિતિન નંદગાવકરને નોટીસ ફટકારી છે. જો તેમણે કોઇપણ આદેશનો ભંગ કર્યો તો તેમણે કાર્યવાહિનો સામનો કરવા તૈયાર રહેવુ પડશે, એવુ અંધેરી પોલીસ સ્‍ટેશનના વરિષ્‍ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતુ. ઓલાના પ્રવકતા દ્વારા જણાવવામાં આવ્‍યું હતુ કે અમે આ હડતાળ મામલે મુંબઇ પોલીસને જાણ કરી છે અને તેમના દ્વારા અમને યોગ્‍ય પગલાં લેવાનું આશ્‍વાસન આપવામાં આવ્‍યું છે.

(11:51 am IST)