Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અવકાશયાનમાં ડિટેકટર લગાવી અન્‍ય બ્રહ્માંડોનું અસ્‍તિત્‍વ અને અંતર માપી શકાશેઃ હોકિંગ્‍સ

મૃત્‍યુના બે સપ્તાહ પૂર્વે સ્‍ટીફન હોકિંગ્‍સ પૃથ્‍વીના મૃત્‍યુનું અનુમાન કેમ લગાવવું ? તે બતાવી દીધેલ : છેલ્લા રિસર્ચ પેપરમાં આ મહાન વૈજ્ઞાનિકે બીજા બ્રહ્માંડો છે તે સાબિત કરવાના ઉપાય દર્શાવ્‍યા છે

વોશિંગ્‍ટન : મૃત્‍યુ પૂર્વે માત્ર ર અઠવાડીયા પહેલા મહાન વૈજ્ઞાનિક સ્‍ટીફન હોકિંગ્‍સે જણાવી દીધેલ કે આપણે પૃથ્‍વીના વિનાશનું અનુમાન કેવી રીતે લગાવી શકીએ.

વૈજ્ઞાનિક થોમસ ઇટોન્‍ગ સાથે કરેલ સંશોધનના છેલ્લા હેવાલમાં માનવ સભ્‍યતાના અંત સાથે એકથી વધુ બ્રહ્માંડની માન્‍યતાનો પણ હોકિંગ્‍સે સ્‍વીકાર કરવા સાથે જ કહેલ કે તારાઓની ઉર્જા ખત્‍મ થવા સાથે જ પૃથ્‍વીનો અંત આવી જશે. જો કે કેનેડાની પેરેમીટર ઇન્‍સ્‍ટીટયુટના પ્રખ્‍યાત વૈજ્ઞાનિક નીલ ટયુરોકે આ દાવાને ફગાવી દીધો છે.

અંતરિક્ષ વૈજ્ઞાનિક પ્રો. કાર્લોસ ફ્રેન્‍કે કહયું છે કે સ્‍ટીફન હોકિંગ્‍સ દ્વારા અપાયેલા બીજા બ્રહ્માંડોના અસ્‍તિત્‍વના પુરાવાઓ હવે આકાશ અંગે અત્‍યાર સુધી મૌજુદ તમામ પ્રચલિત અને સ્‍થાપીત  માન્‍યતાઓને બદલી નાખશે.

હોકિંગ્‍સ સાથે અન્‍ય બ્રહ્માંડોનું સંશોધન કરનાર સહ-લેખક થોમસ હર્ટોંગે કહયું કે કે સ્‍ટીફન હોકિંગ્‍સ જો જીવિત હોત તો તેમને આ એકથી વધુ બ્રહ્માંડો અસ્‍તિત્‍વમાં હોવાના હેવાલ માટે અચૂક નોબલ પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યો હોત.

હોકિંગ્‍સે અંતરિક્ષના અનેક રહસ્‍યો ઉપરથી પડદો હટાવ્‍યો છે. અને અવકાશ સંબંધી મુખ્‍ય સિધ્‍ધાંતો આપ્‍યા છે. મૃત્‍યુ પૂર્વેના એકથી વધુ બ્રહ્માંડો અસ્‍તિત્‍વમાં હોવાનું પ્રતિપાદીત કરતા તેમના સંશોધનલેખ એ સ્‍મૂધ એકિઝટ ફ્રોમ ઇટરનલ ઇંફલેશનમાં તેમણે દાવો કર્યો છે કે, અવકાશયાનમાં ડીટેકટર' ની મદદથી વૈજ્ઞાનિક બ્રહમાંડનું અંતર માપી શકે છે. તેનાથી બીજા બ્રહ્માંડની ભાળ મળશે. આ પૂર્વે ઠેઠ ૧૯૮૩ માં સ્‍ટીફન હોકિંગ્‍સે આપણા હાલના પૃથ્‍વી-સૂર્ય-આકાશગંગા-તારાઓ સહિતના બ્રહ્માંડ સિવાઇ પણ બીજા બ્રહ્માંડો હોવાની વાત કરી હતી. પરંતુ તેની સત્‍યતા સ્‍થાપિત કરવાનો સંભવ ન હતો. એવું મનાય છે કે મૃત્‍યુ પુર્વે  તેમણે આપેલા તેમના આ છેલ્લા  રિસર્ચ પેપરમાં તેમણે  એકથી વધુ બ્રહ્માંડો હોવાનું સાબિત કરવાનો રસ્‍તો-ઉપાય શોધી કાઢયો છે. આ સંશોધન વિજ્ઞાન માટે અનેક નવી દિશાઓ ખોલી નાખશે.

(11:41 am IST)