Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સંસદ ઠપ્‍પઃ અવિશ્વાસ પ્રસ્‍તાવ ટળ્‍યો

બંને ગૃહ સ્‍થગિતઃ સરકાર પ્રસ્‍તાવ પર ચર્ચા કરવા માટે તૈયારઃ હોબાળાના લીધે પ્રસ્‍તાવ રજૂ થઇ શક્‍યો નહિ : અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવનાર પક્ષ જ હોબાળો કરવા લાગ્‍યોઃ શિવસેના સરકાર કે વિપક્ષ કોઇને સમર્થન આપશે નહિ

નવી દિલ્‍હી તા. ૧૯ : બહુમતાના રથ પર સવાર થઇને સત્તામાં આવેલ મોદી સરકારની સામે આજે પહેલી વખત અવિશ્વાસ પ્રસ્‍તાવનું સંકટ હતું. અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવનાર પાર્ટી જ તેના પર હોબાળો કરવા લાગી અને લોકસભાની કાર્યવાહી દિવસ દરમ્‍યાન માટે સ્‍થગિત કરવી પડી. ટીડીપી, વાઇએસઆર સહિત કેટલીય બીજી વિપક્ષી પાર્ટીઓ વેલમાં ધસી ગઇ અને પોસ્‍ટરની સાથે સૂત્રોચ્‍ચાર કરવા લાગી. લોકસભામાં નજારો ઉંધો જોવા મળ્‍યો અને મોદી સરકારની પ્રથમ પરીક્ષાની તૈયારી કરી રહેલા ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસના સભ્‍યો સંસદમાં હોબાળો કરવા લાગ્‍યા. બીજી બાજુ અવિશ્વાસ પ્રસ્‍તાવ અંગે મોદી સરકાર સંપૂર્ણ આત્‍મવિશ્વાસમાં નજરે આવી. કેન્‍દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ચોક્કસ પ્રદર્શન કરી રહેલ પાર્ટીઓને મનાવાની કોશિષ કરી અને કહ્યું કે સરકાર અવિશ્વાસ પ્રસ્‍તાવ પર ચર્ચા માટે તૈયાર છે

આંધ્ર પ્રદેશને વિશેષ રાજયનો દરજ્જો આપવાની માંગને લઈને ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ તથા તેલંગણામાં આરક્ષણ સાથે જોડાયેલા મુદ્દા પર તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નાં ભારે હોબાળો કરવાનાં કારણે સોમવારે લોકસભાની કામગીરી શરૂ થતાની સાથે જ બપોર ૧૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી. ત્‍યારબાદ જયારે ફરીથી કામગીરી શરૂ થઈ તો વિપક્ષનાં હોબાળાનાં કારણે લોકસભા મંગળવાર સુધી સ્‍થગિત કરી દેવામાં આવી. બીજી તરફ રાજયસભામાં વિપક્ષે કરેલા હોબાળાનાં કારણે કામગીરી મંગળવાર સુધી સ્‍થગિત કરી દેવામાં આવી છે.ᅠᅠ

બજેટ સત્રનાં બીજા તબક્કામાં છેલ્લા બે અઠવાડિયાથી સાંસદની કામગીરી હોબાળાઓનાં કારણે અટકાવી દેવામાં આવી છે અને મંગળવારે સતત ૧૧માં દિવસે પણ આવી જ સ્‍થિતિ રહી હતી. હવે લોકસભાની કામગીરી સોમવારે સવારે જેવી શરૂ થઈ કે ટીડીપી, વાઈએસઆર કોંગ્રેસ અને ટીઆરએસનાં સભ્‍યોએ નારાબાજી કરીને અધ્‍યક્ષની ખુરશી પાસે પહોંચી ગયા. લોકસભા અધ્‍યક્ષ સુમિત્રા મહાજને આ સભ્‍યોને પોતાની જગ્‍યાઓ પર પાછા ફરવા માટે કહ્યું, પરંતુ હોબાળો અટક્‍યો જ નહીં. ત્‍યારબાદ તેમણે સૌંસદની કામગીરીને એક કલાક માટે સ્‍થગિત કરી દીધી.

પ્રસ્‍તાવને કોંગ્રેસે પણ પોતાનું સમર્થન આપ્‍યું છે. સરકાર માટે ચિંતાની કોઇ વાત નથી કારણ કે એકલા ભાજપની પાસે જ પૂરતું સંખ્‍યા બળ લોકસભામાં છે. સરકાર અને વિપક્ષ બંને અત્‍યારે પોતાના સ્‍તર પર એકજૂથ થવાની કોશિષ કરી રહ્યું છે. સરકારની સહયોગી શિવસેનાએ પ્રસ્‍તાવ પર કહ્યું કે તેઓ આનું સમર્થન કરે છે કે નહીં કે વિરોધ.

અવિશ્વાસ પ્રસ્‍તાવ આવવા પર મોદી સરકાર પર હાલ કોઇ ખતરો નથી. લોકસભામાં ભાજપના ૨૭૩ સાંસદ છે. એવામાં તેઓ સરળતાથી આ પરાક્ષી પાસ કરી લેશે. જો કે સરકાર માટે થોડીક મુશ્‍કેલી સહયોગી દળોના છટકવા અને ગઠબંધનના સાથીઓના નારાજ થવાના સમાચારને લઇ ચોક્કસ છે. વિપક્ષી એકતા એક બાજુ વિરોધ કરીને એક થવાનો પ્રયાસ કરી રહી છે અને સરકારના સહયોગી દળોનું દૂર રહેવું મોદી અને ભાજપના રણનીતિકારો માટે આગામી લોકસભા ચૂંટણીમાં માથાનો દુખાવો બની શકે છે.અવિશ્વાસ પ્રસ્‍તાવ પર કોંગ્રેસ બંને પાર્ટીઓને સમર્થન આપી ચૂકી છે. કોંગ્રેસના ૪૮ સાંસદ છે. આમ સરકારના વિરૂદ્ધ પ્રસ્‍તાવ લાવવા માટે જરૂરી ૫૦ સાંસદોનો આંકડો આરામથી પાર કરી લેશે. તેની સાથે જ વામ દળ, આપ, અને બાકી વિપક્ષી દળ પણ સરકારની વિરૂદ્ધ છે. આમ આ રીતે સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવવામાં કોઇ મુશ્‍કેલી દેખાતી નથી.

(3:21 pm IST)