Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મમતા બેનર્જી પરિવર્તન લાવવામાં નિષ્‍ફળ, દેશની જનતાને મોદીજી ઉપર પૂરેપૂરો ભરોસો, દરેક યુવાનોને રોજગારનું સપનુ સાકાર થશેઃ અમિતભાઇ શાહ

કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસના બંગાળ પ્રવાસે છે. આ દરમિયાન તેમણે  કહ્યું કે. મમતા બેનરજી પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહ્યા છે. દેશની જનતાને મોદીજી પર પૂરેપૂરો ભરોસો છે.

આ સાથે જ તેમણે કહ્યું કે બંગાળમાં પરિવર્તન નિશ્ચિત છે. દેશનો મૂડ બદલાઈ ચૂક્યો છે. બંગાળમાં પણ મૂડ બદલાશે. બંગાળમાં રાજનીતિક હિંસા કરનારા સુરક્ષિત નથી. હિંસાની તપાસ જેના જેના પર આવશે તેના પર કાર્યવાહી થશે.

સોનાર-બાંગ્લાનું સપનું સાકાર થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળમાં તૃષ્ટિકરણનું રાજકારણ મમતા બેનરજીએ ચરમસીમાએ પહોંચાડી દીધુ છે. અમારી પહેલી પ્રાથમિકતા બંગાળમાં કાયદો-વ્યવસ્થા સુધારવાની છે. કમ્યુનિસ્ટોના કારણે બંગાળના રાજકારણમાં હિંસાની સંસ્કૃતિ જોવા મળી રહી છે. અમે પશ્ચિમ બંગાળમાં પૂરી સોચ સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સોનાર બાંગ્લાનું સપનું સાકાર થશે. સોનાર-બાંગ્લાનો અર્થ દરેક યુવાઓને રોજગાર મળશે.

કાયદા વ્યવસ્થા પર ગંભીર સવાલ

બંગાળની કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભો કરતા ગૃહમંત્રીએ અમિત શાહે કહ્યું કે બંગાળમાં એવી હિંસા છે કે અહીં ગુંડા પણ ડરેલા છે પરંતુ જેમ જેમ ચૂંટણી આગળ વધશે  TMC ના ગુંડાઓએ પણ સુરક્ષા લેવી પડશે. તેમણે કહ્યું કે ગોળી-બંદૂક, ભાઈ ભત્રીજાવાદ બંગાળની સંસ્કૃતિ નથી. આ દરમિયાન તેમણે કહ્યું કે CAA દેશનો કાયદો છેબધી જગ્યાએ લાગુ થશે. કોઈ આંદોલન દેશમાં પરિવર્તનનો રસ્તો રોકી શકશે નહીં. શરણાર્થીઓને નાગરિકતા પર કોંગ્રેસનું વચન અમે પૂરું કર્યું છે. 70 વર્ષનું વચન અમે 1 વર્ષમાં પૂરું કર્યું છે.

બંગાળ ચૂંટણીનો મુદ્દો શું?

બંગાળ ચૂંટણીનો મુદ્દો શું? આ સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળ સંસ્કૃતિ ચૂંટણી મુદ્દો છે. કારણ કે અહીંની સંસ્કૃતિને નુકસાન થયું છે. ગોળી-બંદૂક, ભાઈ ભત્રીજાવાદ બંગાળની સંસ્કૃતિ રહી નથી. તેમણે કહ્યું કે મમતા બેનરજી મોટા નેતા છે, પરંતુ તેઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે.

ભાજપને 200+ બેઠકો આવશે

ગૃહમંત્રી અમિત શાહે એકવાર ફરીથી બંગાળમાં જીતનો દાવો કરતા કહ્યું કે ભાજપને પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો મળશે. તેમણે કહ્યું કે 2019માં 20 સાંસદોની જીતના દાવા ઉપર પણ બધાને શંકા હતી. પરંતુ અમારું પ્રદર્શન બધાએ જોયું. બંગાળની જનતા ભાજપ સાથે છે. બંગાળમાં હવે ફક્ત એન્ટી-ભાજપ મતની વહેંચણી બાકી છે. બંગાળમાં ભાજપ પાસે તેના મતદારો આવી ચૂક્યા છે. મોદીજીની સ્પર્ધામાં હાલ કોઈ પણ નેતા આજુબાજુ નથી.

(4:47 pm IST)