Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

૯૩ વર્ષના બુજુર્ગએ IGNOU થી પ્રાપ્ત કરી માસ્ટર ડિગ્રીઃ બનાવ્યો રેકોર્ડ

 

             ૯૩ વર્ષની આ વ્યકિત જેમણે હાલમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુકિત વિશ્વ વિદ્યાલયથી માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી છે આવુ કરી તે IGNOU  થી ડીગ્રી પ્રાપ્ત કરનારા સૌથી વૃદ્ધ વ્યકિત બની ગયા છે.

         ગયા સોમવાર એટલે કે ૧૭ ફેબ્રુઆરીના IGNOU   દીક્ષાંત સમારોહમા  ૯૩ વર્ષના  સીઆઇ સિવાસુબ્રમન્યનએ પબ્લીક એડમીનીસ્ટ્રેશનમા માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી છે.  માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલએ એમની આ ઉપલબ્ધીની પ્રશંસા કરી અને એમને  ૯૦ વર્ષીય યુવા  કહ્યા એમની આ ઉપલબ્ધીથી ઘણા  લોકોને પ્રેરણા મળશે.

(11:56 pm IST)