Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી :કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ કરવા ભાજપનું ઓપરેશન:અમિતભાઇ ત્રણ દિ'ની મુલાકાતે: ચાર ધુરંધર નેતાઓને કામ સોંપાયું

 

અમદાવાદ : આગામી ૨૬ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાશે તે પહેલા ભાજપે કોંગ્રેસમાં મોટા પાયે તોડફોડ કરવા માટે ઓપરેશન ઘડી કાઢ્યાના એક વેબસાઈટના અહેવાલથી ભારે ચર્ચા જાગી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એકાદ ડઝન કોંગી ધારાસભ્યોને ખેડવવા માટે કુવરજીભાઈ જવાહરભાઈ ધર્મેન્દ્રસિંહજી તથા બળવંત સિંહજી સહિત ચાર ધુરંધરોને કામ સોપાયું પણ અહેવાલમાં જણાવાયું છે.

(10:40 pm IST)