Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નિયમિતી કરણની માંગને લઇ મહિલાએ મુંડન કરાવી દર્શાવ્યો વિરોધઃ ૭ર માં દિવસે પણ ઘરણા ચાલુ

 દિલ્લીઃ નિયમિતીકરણની માંગને લઇ રાજધાનીના શાહજહાંની પાર્કમાં ૭ર દિવસથી ઘરણા પર બેસેલ અતિથી વિદ્વાનોના આંદોલનમા નવો મોડ આવ્યો છે જેમાં બુધવારના ઘરણા પર બેસેલ એક મહિલા અતિથી વિદ્વાનએ મુંડન કરાવી વિરોધ જાહેર કર્યો છે. ડો. શાહીનએ બતાવ્યુ કે સરકાર દ્વારા વચનપત્રમાં કરવામાં આવેલ વાયદા કયાં ગયા હવે આ અમારા માટે જીવન અને મોતનો મામલો બની ગયો છે અમને જયાં સુધી લેખિત ઓર્ડર નહી મળે ત્યાં સુધી અમે અહીંથી નહી હટીએ.

        જયારે મૂંડન કરવાવાળી મહિલાનું નામ ડો.. શાહીન ખાન છે. તે કાનીના પાલુ ઉમરિયા શાસકીય મહાવિદ્યાલયમાં હીન્દીની શિક્ષિકા છે. અતિથી વિદ્વાન નિયમિતીકરણ સંઘર્ષ મોરચાના સંયોજક ડો. દેવરાજસિંહએ કહ્યું કે હાલમાં એક મહિલા અતિથી વિદ્વાને આજે ૧ વાગે મુંડન કરાવ્યુ છે. આના પર ર૬ ફેબ્રુઆરીના ૪ મહિલાઓ અને ૪ માર્ચના મહિલા અને પુરુષ મુંડન કરાવશે.  મોઓના પ્રવકતા  ડો. આશીષ પાંડેએ કહ્યું છે કે સંગઠન દ્વારા ર ડીસેમ્બરથી છીંદવાડાથી આંદોલન શરુ કરવામા આવ્યુ હતુ. આ હિસાબથી આ઼દોલનના ૯૦ દિવસ પસાર થઇ ચુકયા છે. સ્વ. સંજયકુમારની પત્ની લાલસાદેવી પણ ૩ દિવસથી અસ્થિ કળશ લઇ ઘરણા પર બેઠી છે. એમણે બતાવ્યુ કે અમને મુખ્યમંત્રીના આવવાની ઇન્તેજારી છે. જયા સુધી તે નહી આવે અમે અહીંથી હટીશુ નહી.

 

(9:33 pm IST)