Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બમ બમ ભોલે: પાકિસ્તાનના 2500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરમાં આઝાદી બાદ પહેલીવાર શિવરાત્રીની ઉજવણી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કટાસરાજને મંદિરને દશકો બાદ ખોલવામાં આવ્યું

નવી દિલ્હી : પાકિસ્તાનના 2500 વર્ષ જુના મંદિરમાં આઝાદી બાદ પ્રથમવાર શિવરાત્રીની ઉજવણી કરાશે ,ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે જે મંદિરો પાકિસ્તાનમાં રહી ગયા તેને હવે બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાથી ખોલવામાં આવી રહ્યાં છે.

  પાકિસ્તાનમાં આવેલાં પંજાબ પ્રાંતના કટાસરાજને મંદિરને દશકો બાદ ખોલવામાં આવ્યું છે. 1947થી આ શિવમંદિર બંધ હતું અને આ ઐતિહાસિક મંદિરને પૂનસ્થાપિત કરવામાં આવ્યું છે. દશકો બાદ આ મંદિરમાં આરતી થઈ છે. આ મંદિર ખાતે પાકિસ્તાનમાં પહોંચી હતી. આ મંદિરમાં શિવરાત્રીના દિવસે ઉજવણી કરવામાં આવશે તેવી ખબર મળી રહી છે

(9:08 pm IST)