Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઇસ્લામિક આતંકવાદને નાથવા ફ્રાન્સ પણ મેદાને : વિદેશી ઇમામોને પ્રવેશવા પર લગાવ્યો પ્રતિબંધ

મોટાભાગનાં કેસમાં ઇસ્લામિક આતંકવાદ: કોઈ વિદેશી મુસ્લિમ ઇમામને ફ્રાન્સમાં નહિ આવવા આદેશ

નવી દિલ્હી : જર્મનીમાં મુસલમાનોને લઇને ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે ફ્રાન્સ પણ પોતાના દેશમાં વિદેશી ઇમામોને આવવા પર પ્રતિબંધ લાદયો છે જેથી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકી શકાય. આ નિર્ણય પર રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ મહોર મારી દીધી છે. રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'અમે 2020 બાદ પોતાના દેશમાં કોઈપણ અન્ય દેશથી આવનારા મુસ્લિમ ઇમામો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સમાં દર વર્ષે લગભગ 300 ઇમામો દુનિયાભરનાં દેશોથી આવે છે.'

રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ જણાવ્યું કે, 'આ પગલાથી ફ્રાન્સમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લાગશે. ફ્રાન્સમાં મોટાભાગનાં ઇમામ અલ્જીરિયા, મોરક્કો અને તુર્કીથી આવે છે. તેઓ અહીં આવીને મદરેસાઓમાં ભણાવે છે. અમે ફ્રેન્ચ મુસ્લિમ કાઉન્સિલને કહ્યું છે કે તેઓ એ વાત પર નજર રાખે કે 2020 બાદ કોઈ વિદેશી મુસ્લિમ ઇમામ ફ્રાન્સમાં ના આવે.' રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ CFCMથી એ પણ કહ્યું કે, 'ફ્રાન્સમાં હાજર તમામ વિદેશી ઇમામોને ફ્રેન્ચ શીખવા કહે અને સાથે જ કટ્ટરપંથી ભાવનાઓ ના ભડકાવે. કોઈપણ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓમાં સામે ના થાય. ફ્રાન્સનાં કાયદાનું રક્ષણ કરે.'

ઇમૈનુએલ મૈક્રોંએ કહ્યું કે, 'એ જરૂરી નથી કે તમામ આતંકવાદી મુસ્લિમ જ હોય, પરંતુ મોટાભાગનાં કેસમાં ઇસ્લામિક આતંકવાદ જ સામે આવે છે. આ કારણે અમે આવું પગલું ઉઠાવ્યું છે. મારી તમામ ધર્મનાં લોકોને અપીલ છે કે ફ્રાન્સની રક્ષા કરે. આ દેશનાં કાયદાનું પાલન કરે.' રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'સંસ્કૃતિ અને પરંપરાઓને શીખવાનો પ્રયત્ન કરે. તેનાથી તેમનું જ્ઞાન અને અનુભવ વધશે.'

રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ જણાવ્યું કે, 'આ વર્ષે સપ્ટેમ્બર બાદ ફ્રાન્સમાં વિદેશી મુસ્લિમ ઇમામો પર દેશમાં આવવા પર પ્રતિબંધ લાગી જશે.' રાષ્ટ્રપતિએ એ પણ જણાવ્યું કે, 'કેવી રીતે ધર્મનાં નામે લોકો મસ્જિદોમાં પૈસા મોકલે છે. આ પૈસાનો ઉપયોગ ખોટા કામો માટે થાય છે. ફ્રાન્સ મુસલમાનોની વિરુદ્ધ નથી, પરંતુ આતંકવાદનું સમર્થન કરનારાઓનાં પક્ષમાં પણ નથી. તેથી આવુ કરનારાઓને અમે છોડીશું નહીં.'

(9:07 pm IST)