Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

OTP ઝંઝટથી ટુંક સમયમાં મુક્તિ મળે તેવા સાફ સંકેતો

દરરોજના ટ્રાન્ઝેકશનને વધુ સરળ બનાવાશે : આશંકા દેખાશે ત્યાં જ ઓટીપી પ્રોસેસનો ઉપયોગ કરાશે

નવી દિલ્હી, તા. ૧૯ : એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમય ઓટીપી હંમેશા દરેક વ્યક્તિને હેરાન કરે છે. ઓટીપીના કારણે પરેશાન રહેતા લોકો માટે સારા સમાચાર છે કારણ કે હવે ઓટીપીને દુર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દરરોજની લેવડ દેવડને સરળ કરવામાં આવશે. વિઝાના ઓટીપીની સમસ્યાને ખતમ કરવામાં આવશે. ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. ગ્લોબલ નેટવર્ક પ્રોવાઈડર વિઝા ટુ ફેકટર ઓથેન્ટીફિકેશન (ટુએફએ) દુર કરવાની તૈયારી ચાલી રહી છે. આના કારણે દરરોજના લેવડ દેવડ માટે ઓટીપીની જરૂર પડશે નહીં. વિઝા ઓટીપીની જગ્યાએ રીસ્ક ઉપર આધારિત પ્રોમ્પ્ટ પ્રોસેસ લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે. એટલે કે જ્યાં કોઈ પ્રકારની શંકા દેખાશે ત્યાં ઓટીપી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોસેસ માટે વિઝા ડોમેસ્ટીક રેગ્યુલેટર્સ અને બેન્કીંગ પાર્ટનર્સની સાથે ચર્ચા કરવામાં આવશે.

        ચર્ચા બાદ નક્કી કરવામાં આવશે કે ટુએફએ નિયમોમાં કોઈપણ પ્રકારન છુટછાટ આપવામાં આવ શકે છે કે કેમ. કંપની ઈચ્છે છે કે ઈન્ટરનેશનલ નિયમોને ધ્યાનમાં લઈને ટ્રાન્ઝેકશન સાથે જોડાયેલા ફેરફાર કરવામાં આવે. આ માહિતી કંપનીના ટોપના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડેબિટ અથવા ક્રેડિટકાર્ડ સાથે લેવડ દેવડમાં સુરક્ષાની બે બાબતો જોડાયેલી હોય છે જેને ટુ ફેકટર ઓથેન્ટીફિકેશન કહેવામાં આવે છે. પ્રથમ લેયરમાં ગ્રાહકથી કાર્ડની વિગત અને સીવીવી લઈને ટ્રાન્ઝેકનને મંજુરી અપાય છે. બીજી લેયરમાં ઓટીપી આપીને કસ્ટમરના મોબાઈલ નંબર પર મોકલાય છે.

(7:51 pm IST)