Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

માર્ચથી થશે મોંઘા

LED બલ્બ અને લાઈટના ભાવમાં તોળાતો ભાવવધારો

ચીનથી હાલ આ કમ્પોનન્ટ્સની આયાતનું સંકટ શરૂ થઈ ગયું છે, તેને કારણે એલઈડી બલ્બ અને લાઈટિંગ પ્રોડકટસના ભાવમાં ૮થી ૧૦ ટકાનો વધારો થવાની શકયતા છે

નવી દિલ્હી, તા.૧૯: ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળવાને કારણે ભારતમાં એલઇડી બલ્બ અને લાઇટની કિંમતોમાં ૧૦ ટકાનો વધારો થઈ શકે છે. ઉદ્યોગ સંગઠન અલ્કોમાએ જણાવ્યું હતું કે વાયરસ ફાટી નીકળવાને કારણે ભારતમાં ઇલેકટ્રોનિક કંપોનન્ટ્સ સપ્લાયમાં દ્યટાડો થવાને કારણે માર્ચ પછીથી ભાવમાં વધારો થઈ શકે છે. ઇલેકિટ્રક લેમ્પ અને કમ્પોનન્ટ મેન્યુફેકચર્સ એસોસિએશન (અલ્કોમા) ઈન્ડિયાએ જણાવ્યું હતું કે મોબાઇલ અને ઇલેકટ્રોનિકસ ઉદ્યોગની જેમ દ્યરેલું લાઇટિંગ ઉદ્યોગ પણ ચીનમાં બંધને કારણે અસર પામ્યો છે.

ઉદ્યોગ સંદ્યે કહ્યું કે, કનેકટેડ લાઈટિંગ સોલ્યુશન અને પ્રોફેશન લાઈટિંગ સેગમેન્ટ પર કોરોના વાયરસના પ્રકોપની વધુ અસર પડશે. આ સેગમેન્ટમાં આયાત કરેલ કંપોનન્ટ્સનો વધુ ઉપયોગ થાય ચે. એલ્કોમાના વાઈસ પ્રેસિડેન્ટ સુમિત પદ્માકર જોશીએ કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે ઈલેકટ્રોનિક કમ્પોનન્ટ્સ અને ચિપ્સની મોટાપાયે તંગી સર્જાવાનું શરૂ થઈ ગયું છે. ભારતમાં ઉત્પાદન થતા ન્ચ્ઝ્ર બલ્બમાં ૬૦ ટકા કમ્પોનન્ટ્સ(મિકેનિકલ પ્રકારના)નું સ્થાનિક સોર્સિંગ થાય છે, જયારે ૩૦ ટકા કમ્પોનન્ટ્સ(ઈલેકટ્રોનિક ડ્રાઈવર જેમ કે ચિપ્સ)ની ચીનમાંથી આયાત થાય છે.

ચીનમાંથી ફરી સપ્લાય શરૂ થઈ જશે ત્યાર પછી ભાવ ફરી દ્યટી જશે કે કેમ તેવા સવાલના જવાબમાં જોશીએ કહ્યું હતું કે ૧૫-૨૦ દિવસમાં તો આવું થાય તેમ લાગતું નથી. ફેકટરીઓ ખૂલી રહી છે, પરંતુ ૧૦૦ ટકા ક્ષમતાથી કામ થતું નથી. તેમની પાસે પૂરતું માનવબળ પણ નથી. સ્થિતિ સામન્ય થતા ૩-૪ મહિના તો લાગી જશે. તેમણે કહ્યું હતું કે ભારત માટે આ સ્થિતિ બોધપાઠરૂપ છે. લાંબા ગાળે કમ્પોનન્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારવું પડશે. મેઈક-ઈન-ઈન્ડિયા ઝુંબેશ ઝડપથી આગળ ધપાવવી પડશે.

ચીનથી હાલ આ કમ્પોનન્ટ્સની આયાતનું સંકટ શરૂ થઈ ગયું છે. તેને કારણે એલઈડી બલ્બ અને લાઈટિંગ પ્રોડકટ્સના ભાવમાં ૮થી ૧૦ ટકાનો વધારો થવાની શકયતા છે. મોટાભાગની કંપનીઓ પાસે ફેબ્રુઆરી સુધીની ઈન્વેન્ટરી છે, માર્ચથી ભાવવધારો થશે તેવી શકયતા છે. આમ તો સપ્લાય પર જાન્યુઆરીથી અસર શરૂ થઈ ગઈ હતી, પરંતુ એક મહિનાની ઈન્વેન્ટરી હોવાથી અને આ સંકટ વહેલું પૂરું થઈ જશે તેવી સંભાવનાથી ભાવ વધ્યા નથી. પણ તેવું થયું નથી.

ચીનમાં કોરોના વાયરસને કારણે સપ્લાયર પર અસર પછી ઉત્પાદકો તાઈવાન, હોંગકોંગ અને સાઉથ કોરિયા જેવા દેશો પર નજર દોડાવી રહ્યા છે તેમ છતાં ટૂંકા ગાળા માટે માંગ અને સપ્લાયનું સમીકરણ બંધ બેસતું નથી. સમગ્ર વેલ્યૂ ચેઈન પર અસર થઈ છે. જોશીએ કહ્યું કે, મોટાભાગની કંપનીઓમાં ફેબ્રુઆરી સુધીનો સ્ટોક છે. આથી માર્ચથી ભાવ વધી શકે છે. જોકે, વેપારીઓ અન્ય સ્રેતોની શોધમાં છે.

(3:48 pm IST)