Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

માત્ર ૧૩,૦૦૦માં બેંગકોકની રિટર્ન ટિકીટ

ભારતથી દક્ષિણપુર્વ એશિયાનો બિઝનેસ આગળના વર્ષની સરખામણીએ ૫૫% ઘટી ગયો છે

મુંબઈ, તા.૧૯: કોરોના વાઈરસના કારણે દક્ષિણપુર્વ એશિયાના દેશોમાં જવાનું મોટાભાગના લોકોએ માંડી વાળતા સિંગાપુર અને કુઆલાલમ્પુર જેવા સ્થળોના છેલ્લી મીનીટના વિમાનભાડા એટલી હદે દ્યટી ગયા છે કે તમે આગામી અને એ પછીના કેટલાક વીકેન્ડ માટે રૂ.૧૩,૦૦૦માં બેંગકોક જઈ શકશો.

આગામી વીકેન્ડમાં મુંબઈથી ઉપડતી ફલાઈટનું સસ્તુ ભાડુ રૂ.૧૨,૩૦૦ અને દિલ્હીથી રૂ.૧૩,૪૦૦ છે એની સરખામણીએ મુંબઈ બાગડોગરાનું ભાડું રૂ.૧૩,૫૦૦ અને દિલ્હી-બાગડોગરાનું ભાડું રૂ.૧૧૦૦૦ છે. અન્ય દક્ષિણ પુર્વ એશિયન ડેસ્ટીનેશનની જેમ સિંગાપુર એરલાઈન્સે પણ મુંબઈ અને કોચીન જેવા ડેસ્ટીનેશન માટે માર્ચમાં ફલાઈટમાં કાપ મુકયો છે.

ઉદ્યોગના એક જાણકારે જણાવ્યું હતું કે તમામ માઈલ (મીટીંગ, ઈનસેન્ટીવ કોન્ફરન્સ અને એકઝીબીશન) યાત્રીઓએ માર્ચ અને એપ્રિલથી ટ્રીપ રદ કરી છે. ટિકીટ કેન્સલેશનનું જાણે મોજુ આવ્યું છે. લેઝર (આનંદ પ્રમોદ) પ્રવાસીઓ અત્યારે આવા ડેસ્ટીનેશનને વિવાદ પણ કરતા નથી. સાઉથ ઈસ્ટ એશિયામાં કોઈ કવોટન્ટાઈન થવા માગતું નથવી.

એક ટ્રાવેલ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારતથી દક્ષિણપુર્વ એશિયાનો બિઝનેસ આગળના વર્ષની સરખામણીએ ૫૫% દ્યટી ગયો છે. વિમાનભાડા હાસ્યાસ્પદ રીતે દ્યટી ગયા છે. આ ઉનાળામાં ભારતીયો સસ્તા સેન્ટ્રલ યુરોપના સ્થળો પસંદ કરશે.

કોરોના વાઈરસની અસર ક્રુઝ ટુરીઝમને પણ પડશે. ભારતીયોમાં ફાટ-ઈસ્ટ (દૂર પુર્વ)ની ક્રુઝ લોકપ્રિય છે. ઉનાળામાં ૫૦,૦૦૦ ભારતીયોએ પાણીમાં પ્રવાસ કરે છે. પરંતુ ક્રુઝ કંપનીઓ સિંગાપુર અને દક્ષિણ પુર્વ એશિયાના અન્ય દેશોમાંથી તેમના જહાજ પાછા ખેંચી રહી હોઈ, પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થશે.

(3:48 pm IST)