Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કસ્ટડીની લડાઇમાં હંમેશા બાળકોનું નુકસાન

સુપ્રીમે બાળકોના અધિકારોનું સમ્માન કરવા પર આપ્યું જોર : કોઇ ભૂલ ન હોવા છતાં માતા - પિતાના પ્રેમથી રહે છે વંચિત : કોર્ટે ચિંતા વ્યકત કરી

નવી દિલ્હી તા. ૧૯ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે કસ્ટડીની લડાઇમાં હંમેશા જ બાળકોનું નુકસાન થાય છે તે તેમની ભારે કિંમત ચુકવે છે કારણ કે તે દરમિયાન તેમના માતા - પિતાનો પ્રેમ અને સ્નેહથી વંચિત રહે છે પરંતુ તેમા તેમની કોઇ ભૂલ નથી. કોર્ટે કહ્યું કે વિવાહ તૂટવાથી માતા - પિતાની તેના પ્રત્યે જવાબદારી પૂરી નથી થતી.

જસ્ટીસ એએમ ખાનવિલકર અને અજય રસ્તોગીની પીઠે કહ્યું કે, કસ્ટડીના મામલે નિર્ણય કરતા સમયે કોર્ટે બાળકોના સર્વશ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખવા જોઇએ કારણ કે સંરક્ષણની લડાઇમાં તેઓ પીડિત છે જો મધ્યસ્થતાની પ્રક્રિયાના માધ્યમથી વૈવાહિક વિવાદ ઉકેલાતો નથી તો કોર્ટે તેને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઇએ. પીઠે લાંબા સમયથી વૈવાહિત વિવાદમાં રહેલા એક દંપતિના મામલે તેનો કોઇ અર્થ નથી કે કોણ જીતે છે પરંતુ હંમેશા જ બાળકોનું નુકસાન થાય છે.

બાળકો જ તેની સૌથી મોટી કિંમત ચુકવે છે કારણ કે જ્યારે કોર્ટ તેમની ન્યાયિક પ્રક્રિયા દરમિયાન તેને કહે છે કે તેઓ માતા - પિતામાંથી કોની સાથે રહેવા માંગે છે ત્યારે બાળક તૂટી ગયું હોય છે. પીઠે પતિ - પત્ની વચ્ચે છેડાયેલી વૈવાહિત વિચ્છેદની જગ પર ટીપ્પણી કરી કે આ દરમિયાન તેના માતા - પિતા તેમના બાળકોના પ્રેમ અને સ્નેહથી જ વંચિત થયા નથી પરંતુ તે તેમના પૌત્ર - પૌત્રીઓના સાનિધ્યથી પણ વંચિત થઇને સંસારમાંથી વિદાય થયા છે.

(3:43 pm IST)