Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

યુ.કે.ના ભારતીય મૂળના હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલનું પ્રશંસનીય પગલું : નવી પોઇન્ટ વિઝા ઇમિગ્રેશન સિસ્ટમ અમલી બનશે : હજારો ભારતીયોને ફુલટાઇમ કામ કરવાની તક મળશે

લંડન : યુ.કે.ના ભારતીય મૂળના હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલએ  પ્રશંસનીય પગલું ભર્યું છે જે મુજબ તેમણે પોઇન્ટ વિઝા ઇમિગ્રેશન સિસ્ટમ અમલી બનાવી છે.આનાથી યુરોપમાં વસતા લોકોની માફક જ  વિશ્વના અન્ય દેશોના કુશળ કર્મચારીઓ માટે પણ અમર્યાદિત વિઝાનો નિયમ લાગુ પડશે આથી યુરોપ સિવાયના ભારત સહિતના દેશોના કુશળ કર્મચારીઓ માટેની વિઝાની સંખ્યાની મર્યાદા દૂર થશે જેનાથી  વિશ્વભરના કુશળ કર્મચારીઓ તથા વ્યવસાયિકોને યુ.કે.માં પ્રવેશ આપી આર્થિક વિકાસ વધારવાનો હેતુ છે તેવું તેમણે જણાવ્યું છે.આ નવો નિયમ 1 જાન્યુઆરી 2021 થી લાગુ પડશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(3:00 pm IST)