Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ચીનમાં કોરોના વાઇરસથી મોતનો આંકડો 2000ને પાર પહોંચ્યો : 75000 લોકો વાઇરસની ઝપેટમાં

હોંગકોંગમાં પણ કોરોનાથી બે લોકોમાં મોત: દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો

ચીનઃ કોરોના વાઇરસનો કહેર યથાવત છે અત્યાર સુધી 2000 કરતા વધુ લોકોનાં મોત થઇ ગયા છે, મોતનો આંકડો સતત વધી રહ્યો છે, અંદાજે 75000 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, જેમની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર થઇ રહી છે, લોકોમાં ડરનો માહોલ છે, હજુ સુધી વાઇરસને અટકાવવા કોઇ ઉપાય મળી રહ્યાં નથી, કોરોનાનો ચેપ બેઇઝિંગ સહિત ચીનના મોટાભાગના શહેરોમાં ફેલાઇ રહ્યો છે.

હોંગકોંગમાં પણ કોરોનાથી બે લોકોમાં મોત થઇ ગયા છે, દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, જેને લઇને મોટાભાગના દેશોએ પોતાના નાગરિકોને ચીન ન જવાની ગાઇડલાઇન્સ જારી કરી છે અને ચીનમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

વુહાનમાંથી શરૂ થયેલો વાઇરસ ચીનના બીજા શહેરો અને દુનિયાના અન્ય દેશોમાં પહોંચી ગયો છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેઝાઇનેશન પણ વાઇરસ સામે લડવા સંશોધનો કરી રહ્યું છે, જો કે ચીન સરકાર કોરોના વાઇરસ સામે લાચાર દેખાઇ રહી છે, દવાઓ અને ઉપકરણોની મોટાપાયે ખરીદી થઇ રહી છે, નવી હોસ્પિટલો ઉભી કરાઇ રહી છે, તેમ છંતા વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે, જે દુનિયા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

(2:28 pm IST)