Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ટ્રમ્પ ભગવાન રામ નથી કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો ઉભા રહે: અધીર રંજન ચૌધરી

સ્વાગતમાં 70 લાખ ભારતીયોને એકત્ર કરવાના દાવાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ

નવી દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં 70 લાખ ભારતીયોને એકત્ર કરવાના દાવાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પ્રશ્ન ઉઠાવતા કહ્યુ કે શુ ટ્રમ્પ ભગવાન રામ છે જે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો એકઠા થશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે પીએમ મોદીએ તેમને કહ્યુ છેકે તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ગુજરાતના મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો ભેગા થશે.

લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીરે કહ્યુ કે ટ્રમ્પના સ્વાગતમાં આટલા મોટા ભારતીયોને કેમ ભેગા કરવા જોઈએ. તેમણે કહ્યુ, ટ્રમ્પ શુ ભગવાન રામ છે? તે માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ છે. તેમના માટે 70 લાખ લોકોને ઉભા રાખવાની શુ જરૂર છે? અમે ભારતીય લોકો તેમની પૂજા કરવા માટે ઉભા રહીશુ નહીં.

(2:11 pm IST)