Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નાણામંત્રી સીતારમણની વેપારી સંગઠનો - અધિકારીઓ - પદાધીકારોઓ સહિત ૨૦૦ લોકો સાથે ઇમ્પોર્ટ ડયુટી અંગે મેરેથોન મંત્રણા

નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસની અસર ભારતના  વ્યવસાય-ઉદ્યોગ ઉપર દેખાવા લાગી છે. કાચા માલની અછત થવાની આશંકાના કારણે કેટલીય દવાના ભાવો વધવાની ખબરો વચ્ચે વેપારી સંગઠનોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દવાઓ, મોબાઇલ ફોનના પાર્ટસ અને અન્ય વસ્તુઓ ઉપર ડયુટી ઘટાડવા માંગ કરી છે.

પરિસ્થિતિની તપાસ કરવા નાણામંત્રીએ ગઇકાલે તમામ મુખ્ય સેકટરો સાથે સંકળાયેલ વરિષ્ઠ અધિકારીઓ, ફિકકી, સીઆઇઆઇ, એસોચેમના પદાધીકારીઓ સહિતના ૨૦૦ લોકો સાથે ચર્ચા કરેલ. સીઆઇઆઇએ જણાવેલ કે બીજા દેશોમાં ઉપલબ્ધ એવી ઉત્પાદીત વસ્તુઓ ઉપર સરકારે ઇમ્પોર્ટ ડયુટી ઘટાડવી જોઇએ જે મુખ્યત્વે ચિનથી આયાત થાય છે. 

(1:26 pm IST)