Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અશરફ ઘાની ફરી એકવાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

અશરફ ઘાનીને 50.64 ટકા મત અને મુખ્ય હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાને 39.50 ટકા મત મળ્યા

કાબુલ:અશરફ ઘાની ફરી એકવાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. 28 સપ્ટેમ્બર 2019 ની ચૂંટણીના અંતિમ પરિણામો દેશના ચૂંટણી પંચે જાહેર કર્યા હતા.

ચૂંટણી પંચના વડા હવા આલમ નૂરિસ્તાનીએ કાબુલમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું, 'ચૂંટણી પંચ 50.64 ટકા મત મેળવનારા અશરફ ઘાનીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરે છે.'

ઘાનીના મુખ્ય હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ મતદાનમાં ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો. ફરીથી મત ગણતરી થઇ હોવાનાં કારણે આ પરિણામ આવવામાં લગભગ પાંચ મહિના જેટલું મોડું થયું.

આ ચૂંટણીમાં અબ્દુલ્લા અબ્દુલ્લાને 39.50 ટકા મત મળ્યા છે. અશરફ ઘાની હવે આગામી પાંચ વર્ષ માટે અફઘાનિસ્તાન પર શાસન કરશે

(12:26 am IST)