Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પૂર્વ પત્નીના નવા પતિની હત્યા કરવા બદલ ભારતીય મૂળનો સાયંતન ઘોષ દોષિત : યુ.એસ.ના સુગરલેન્ડ સ્થિત અમાન્ડા હેરિસ નામક મહિલાએ 8 વર્ષ પહેલા છુટાછેડા લીધા પછી પણ તેને હેરાન કરતો હતો

સુગરલેન્ડ ટેક્સાસ : 8 વર્ષ પહેલા જેની સાથે છૂટાછેડા લીધા હતા તે પૂર્વ પત્નીએ બીજા લગ્ન કરી લીધા પછી પણ તેને હેરાન કરી રહેલા ભારતીય મૂળના સાયંતન ઘોષએ ઈર્ષાથી પ્રેરાઈને અંતે પોતાની પૂર્વ પત્નીના પતિનું તેના ઉપર ગોળીબાર કરીને ઢીમ ઢાળી દીધું હતું જેને બચાવવા પડેલી પૂર્વ પત્ની અમાન્ડા હેરિસ પણ ઈજાગ્રસ્ત થઇ હતી તેણે આપેલા નિવેદન મુજબ તેનો પૂર્વ પતિ છૂટાછેડા લીધા પછી પણ પોતાને હતાં કરતો હતો જેણે મારા નવા પતિની હત્યા કરી નાખી છે.
હત્યાના મુખ્ય પુરાવા રૂપે મૃતકની 11 વર્ષની દીકરીએ પોતાના પિતા ઉપર ગોળીબાર થયા બાદ 911 નંબર ઉપર કરેલા ફોનને ધ્યાનમાં લેવાયો હતો

(8:45 am IST)