Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ભારતમાં આસામ સરકારની નવી પહેલ : બંગાળી હિન્દૂ યુવક કે યુવતી આસામી હિન્દૂ નાગરિક સાથે લગ્ન કરશે તો સરકાર 40 હજાર રૂપિયા આપશે

આસામ : આસામ સ્ટેટ લઘુમતી બોર્ડએ તાજેતરમાં જાહેર કર્યા મુજબ જો કોઈ  બંગાળી હિન્દૂ  યુવક કે યુવતી  આસામી હિન્દૂ નાગરિક સાથે લગ્ન કરશે તો સરકાર  40 હજાર રૂપિયા આપશે

આ યોજના  મંજુર કરવાનો સરકારનો હેતુ બે કોમ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે.પરંતુ સ્થાનિક ઓલ આસામ માઇનોરિટી સ્ટુડન્ટ્સ એશોશિએશનએ આ પ્રસ્તાવને બે કોમ વચ્ચેનો ધાર્મિક ભેદભાવ વધારવા સમાન ગણાવેલ છે.તેમના મતે  ધાર્મિક કારણોસર લગ્નની લાલચથી નાણાં આપવાને બદલે જરૂરિયાતમંદ લોકોને સીધી મદદ કરવી જોઈએ તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:11 am IST)