Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ત્રણ તલ્લાક અધ્યાદેશને કેબિનેટની મંજૂરી :હવે એક વખતમાં ત્રણ તલ્લાક આપવા ગુન્હો અને અમાન્ય ઠરશે

રાજ્યસભામાં બિલ પેન્ડિંગ રહેતા સરકારે અધ્યાદેશનો નિર્ણય કર્યો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે ફરી એક વખત ત્રણ તલાક અધ્યાદેશને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં અધ્યાદેશ પર નિર્ણય કરવામાં આવ્યો હતો. પવડાપ્રધાન  નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં પીએમ આવાસ પર થયેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આની સાથે જોડાયેલ બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે. જોકે હવે સંસદ સત્ર લોકસભા ચૂંટણી પછી જ થશે. આથી સરકારે અધ્યાદેશ લાવવાનો નિર્ણય કર્યો છે.

અધ્યાદેશ પ્રમાણે એક વખતમાં ત્રણ તલાક આપવા ગેરકાયદેસર અને અમાન્ય હશે અને આમ કરનારને ત્રણ વર્ષની સજા થઈ શકે છે. આ અપરાધ ત્યારે બનશે જ્યારે વિવાહિત મુસ્લિમ મહિલા કે પછી તેમના નજીકના સંબંધી તે વ્યક્તિ સામે સુચના આપશે, જેને તત્કાલ ત્રણ તલાક આપ્યા છે

(11:38 pm IST)