Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ભારતનો મોટો વિજય :મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં લાવશે પ્રસ્તાવ

અજીત ડોભાલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફુટનીતિક સલાહકાર ફિલીપ ઇતિએને વચ્ચે વાતચીત બાદ લેવાયો નિર્ણય

નવી દિલ્હી :પુલવામા હુમલા પર ભારતને ફ્રાન્સ તરફથી જોરદાર સમર્થન મળ્યું છે. ફ્રાન્સ જૈશ એ મોહમ્મદના સરગના મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવશે. તે આગામી બે દિવસમાં આવો પ્રસ્તાવ લાવી શકે છે. આ પ્રસ્તાવમાં તે મસુદ અઝહરને પ્રતિબંધ કરવાની માંગણી કરશે. ફ્રાન્સના સુત્રોના હવાલેથી એજન્સી પીટીઆઈએ આ સમાચાર આપ્યા છે.


એક વરિષ્ઠ ફ્રાન્સિસ સુત્રએ પીટીઆઈને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સ મસુદ અઝહરને આતંકીની યાદીમાં નાખવાનો પ્રસ્તાવ મુકશે. આ બે દિવસમાં થઈ જશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફુટનીતિક સલાહકાર ફિલીપ ઇતિએને વચ્ચે મંગળવારે સવારે વાતચીત પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન ફ્રાન્સીસ નેતાએ હુમલા પર સંવેદના વ્યક્ત કરી હતી

(11:26 pm IST)