Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સરકારી કર્મીના ડીએમાં ત્રણ ટકાનો વધારો

નવીદિલ્હી, તા. ૧૯ : કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક યોજાઈ હતી જેમાં સરકારી કર્મચારીઓને મોટી રાહત થઇ હતી. તેમના મોંઘવારી ભથ્થામાં હવે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાને ૯ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. નવા દર પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી અમલી કરવામાં આવશે. કેબિનેટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઈ હતી. ત્રિપલ તલાક બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, કંપની લો સુધારા બિલ અને બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ સાથે સંબંધિત વટહુકમને કેબિનેટે મંજુરી આપી હતી. અમદાવાદના બે કોરિડોરવાળા મેટ્રો તબક્કા-૨ને પણ મંજુરી આપવામાં આવી હતી.

(9:33 pm IST)