Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જાધવ કેસને સ્થગિત કરવા પાકિસ્તાની માંગ ફગાવાઈ

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનની ખોટી દલીલો : સોમવારે ભારત વતી તર્કદાર દલીલો કર્યા બાદ પાકિસ્તાને ભારત પર આતંકવાદ પ્રાયોજિત હોવા સીધો આક્ષેપ કર્યો

હેગ, તા. ૧૯ : ઇન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસે આજે પાકિસ્તાનની કુલભૂષણ જાધવ કેસને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી હતી. આની સાથે જ પાકિસ્તાનને ફટકો પડ્યો હતો. આઈસીજેમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની મુક્તિના મામલામાં આજે પાકિસ્તાન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. ભારતે ગઇકાલે રજૂઆત કરી હતી. પાકિસ્તાનના વકીલોએ આજે રજૂઆત કરી હતી. પાકિસ્તાનના એટર્ની જનરલ અનવર મન્સુર ખાને ભારતના આક્ષેપોના જવાબમાં કહ્યું હતું કે, જાધવ સામે યોગ્યરીતે કાર્યવાહી થઇ છે. તેઓએ પોતાની દલીલોની શરૂઆત ખોટી બાબતોથી કરી હતી. તેઓએ જાધવ ઉપર જ નહીં બલ્કે ભારત ઉપર આતંકવાદ પ્રાયોજિત હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાન તરફથી હેડહોક જજને લઇને કરવામાં આવેલા વાંધાઓ ઉપર કોર્ટે કહ્યું હતું કે, આની નોંધ લેવાઈ છે. પાકિસ્તાની એટર્ની જનરલે કહ્યું હતું કે, તેઓ પોતે ભારતીય ક્રૂરતાના શિકાર થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારના દિવસે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કુલભુષણ જાધવના મામલામાં સુનાવણીમાં ભારતે વિયેના સમજૂતિથી પાકિસ્તાનને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. ભારત તરફથી દિપક મિત્તલ અને સિનિયર વકીલ હરીષ સાલ્વે દ્વારા રજુઆત કરવામાં આવી હતી. બીજી બાજુ પાકિસ્તાનની ખોટી બાબતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હરિષ સાલ્વેએ કહ્યું હતું કે પાકિસ્તાને વિયેના સંધિનો ખુલ્લ ભંગ કર્યો છે. ૧૩ વખત અપીલ કરવામાં આવી હોવા છતાં કુલભુષણ જાધવને કાઉન્સિલરની મદદ આપવામાં આવી ન હતી. બંને દ્વારા કુલભુષણ જાધવને નિર્દોષ ગણાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન કુલભુષણને ફગાવીને ખોટા પ્રચાર કરે છે. હરિષ સાલ્વેએ તર્કદાર દલીલો કરીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી હતી. સાલ્વે દ્વારા વિયેના સંધિની જુદી જુદી કલમોનો ઉલ્લેખ કરાય હતો.

 

(9:33 pm IST)