Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

HDFC બેન્કે ૫,૦૦૦મી શાખા ખોલી છે : મોટી સિદ્ધિ

૧૯૯૫માં એચડીએફસી બેંકે કામકાજનો પ્રાંરભ કર્યો : બેંકના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ એમઆઇડીસી, અંધેરી, મુંબઇ ખાતે ૫,૦૦૦મી શાખાનું કરેલું ઉદઘાટન

અમદાવાદ, તા.૧૯ : દેશના બેકીંગ સેકટરમાં પોતાની કામગીરીથી ડંકો વગાડનારી એચડીએફસી બેન્કે હવે દેશમાં તેની ૫૦૦૦મી શાખા ખોલી છે. એક બેવડી સિદ્ધિ તરીકે આ શાખા એ જ દિવસે ખોલવામાં આવી છે, જે દિવસે એચડીએફસીએ ૧૯૯૫માં તેના કામકાજનો પ્રારભ કર્યો હતો, અને હવે એચડીએફસી બેન્કે તેના ૨૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌપ્રથમ શાખા મુંબઇમાં વર્લી ખાતે સેન્ડોઝ હાઉસમાં શરૂ કરવામાં આવી હતી.  એચડીએફસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ એમઆઇડીસી, અંધેરી, મુંબઇ ખાતે ૫,૦૦૦મી શાખાનું ઉદઘાટન કર્યું હતું, જેમાં આસપાસની શાળાઓના બાળકો તેમજ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે બેંકના એમડી આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે, ભારતમાં પોતાના અર્થતંત્રને ખુલ્લુ મુકતા ૧૯૯૪માં બેન્ક અસ્તિત્વમાં આવી હતી. પોતાની પ્રથમ શાખા કરી ત્યારથી બેન્ક પોતાના ગ્રાહકોને ફક્ત સરળતા જ નહી પરંતુ અનુભવ પૂરો પાડવાના પ્રયત્નમાં અડગ રહી છે. તેનું શાખા નેટવર્ક હોવા છતા, નવીન પ્રોડક્ટ્સ અને સેવાઓ અથવા અદ્યતન ટેકનોલોજી બેન્કિંગનો અન્ય માર્ગ ઓફર કરી રહી છે, બેન્ક વિશિષ્ટતામાં માને છે. બેન્ક દ્વારા લાવવામાં આવતી ભિન્નતા ફક્ત તેના કારોબારમાં જ પ્રતિબિંબીત થાય છે તેવું નથી, પરંતુ તે જે સમાજમાં કામ કરે છે. તેમાં પણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. બેન્કની સીએસઆર પ્રવૃત્તિ કે જે પરિવર્તનના છત્ર હેઠળ ચાલે છે તેનો અર્થ જ ફેરફાર થાય છે. બેન્ક માને છે કે, કોઇપણ કારોબારને વૃદ્ધિ કરવા માટે તેણે સમાજ સાથે ભાગીદારી કરવી પડે છે અને સમાજના વિકાસમાં સહાય કરવી જોઇએ. આ મારા માટે તેમજ બેન્કના મારા ૯૫,૦૦૦ જેટલા સહકર્મચારીઓ માટે એક ભૂતકાળની ઝંખના અને લાગણીસભર ક્ષણ છે. સદીના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારત વિશ્વમાં સૌથી ઝડપતા અર્થતંત્ર તરીકે ઊભરી આવ્યું છે. આ વૃદ્ધિથી આપણને ફાયદો થયો છે. પરંતુ અમને સૌથી વધુ સંતોષ આપતી એ વાત છે કે ખુલતી દરેક શાખા સામાજિત પરિવર્તન માટે એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. અમે પરિવર્તન છત્ર હેઠળ અમારી સામાજિક પહેલ મારફતે ૩.૫ કરોડ ભારતીયોના જીવનમાં ભિન્નતા લાવ્યા છીએ. આગળ જતા, અમે દેશના દરેક ભાગમાં ફક્ત બેન્કિંગને લઇ જવાના અમારા પ્રયત્નો સુધી જ સીમીત નહી રહેતા સમાજમાં ફેરફાર લાવીશુંં. મુંબઇમાં જ્યારે બેન્કની સીમાચિહ્ન શાખા છે, ત્યારે બેન્કની અડધોઅડધ શાખાઓ અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં છે. યાત્રામાં અમારી સાથે ભાગીદારી કરનાર હિસ્સાધારકોનો પણ અમે આભાર માનીએ છીએ અને તેમની તરફ અમારી પ્રતિબદ્ધતા પ્રસ્થાપિત કરીએ છીએ.

 

 

(9:33 pm IST)