Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગયા વર્ષે ૫૬, ચાલુ વર્ષે ૧૨ જૈશના ત્રાસવાદી મોતને ઘાટ

કાશ્મીરી ત્રાસવાદીઓ સામે સતત પગલા : શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે દેશ હોવાનો દાવો

શ્રીનગર, તા. ૧૯ : સેનાના લેફ્ટી જનરલ કેજેએસ ધિલ્લોને આજે પત્રકાર પરિષદ યોજીને કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશનના સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઇપણ સ્થાનિક વ્યક્તિને ઇજા ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સેનાના ઓપરેશનમાં પૂર્ણરીતે કોઇપણ સ્થાનિકને નુકસાન ન થાય તે બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે.

સીઆરપીએફના આઈજી ઝુલ્ફીકાર હસને કહ્યું હતું કે, શહીદ થયેલા જવાનોના પરિવારથી તેઓ કહેવા માંગે છે કે, જવાનોના પરિવાર પોતાને એકલા ન ગણે. પરિવારની સાથે સમગ્ર દેશના લોકો ઉભા છે. દેશના જુદા જુદા હિસ્સામાં અભ્યાસ કરનાર કાશ્મીરી બાળકો માટે પણ હેલ્પલાઈન ચલાવવામાં આવી રહી છે જેના કારણે કાશ્મીરી બાળકોને ફાયદો થશે. પ્રેસ કોન્ફરન્સમાં સેનાના લેફ્ટી જનરલે કહ્યું હતું કે, હુમલામાં આઈએસઆઈના કનેક્શન સ્પષ્ટરીતે દેખાઈ રહ્યા છે. કાશ્મીર પોલીસના આઈજી એસપી પાણીએ કહ્યું હતું કે, જૈશના ૫૬ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આ વર્ષે પણ ૩૧ ત્રાસવાદીઓ માર્યા ગયા છે જેમાં ૧૨ ત્રાસવાદીઓ જૈશના છે.

 

(7:56 pm IST)