Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બધાના ઘરમાં સૈનિકની ફોર્મ્યુલાને સમર્થન મળ્યું

ટીએમસી સાંસદે સમર્થન આપ્યું

કોલકાતા,તા.૧૯ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ હવે દરેક ઘરમાંથી એક વ્યક્તિને સેનામાં મોકલવાની તરફેણ કરી છે. અભિષેકે કહ્યું છે કે, પહેલા આ સંદર્ભમાં અનૌપચારિક ચર્ચા થઇ હતી પરંતુ હવે સમય આવી ગયો છે કે, દરેક ઘરમાંથી એક વ્યક્તિ સેનામાં સામેલ થાય. સંસદમાં આના માટે ચર્ચા કરવામાં આવે તે પણ જરૂરી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં ત્રાસવાદી હુમલો થયા બાદ સોશિયલ મિડિયા ઉપર ઇઝરાયેલી ફોર્મ્યુલાને લઇને જોરદાર ચર્ચા ચાલી હતી. ઇઝરાયેલમાં ૧૮ વર્ષની વય પાર કરવામાં આવ્યા બાદ દરેક નાગરિકને ફરજિયાતરુપે સેનામાં કામ કરવાની જરૂર પડે છે. અલબત્ત ઘણા નાગરિકો, દિવ્યાંગો, ધાર્મિક સેવામાં જોડાયેલા લોકોને નિયમોમાં છુટછાટ મળે છે. સોશિયલ મિડિયા ઉપર માંગ થઇ રહી હતી કે, ભારતમાં પણ દરેક પરિવારના એક વ્યક્તિને ફરજિયાતરુપે સેનામાં સર્વિસ કરવાની તક આપવામાં આવે. આ મુદ્દા પર ટીએમસી સાંસદે કહ્યું છે કે, વિતેલા વર્ષોમાં આ વિષય ઉપર અનેક વખત અનૌપચારિક ચર્ચાઓ થઇ છે પરંતુ સત્તાવારરીતે આ મુદ્દા ઉપર ચર્ચા થઇ નથી. હવે સંસદમાં આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવે તે સમય આવી ગયો છે.

 

(7:53 pm IST)