Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઇમરાનની બેશરમી : લાજવાને બદલે ગાજે છે : ઓકયુ ઝેર

પાકિસ્તાનના વડાપ્રધાનનું મ્યાંઉ... મ્યાંઉ... ભારત હુમલો કરશે તો વળતો જવાબ આપશું : પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નહિ હોવાનું જુઠ્ઠાણુ : હજુ પુરાવા જોઇએ છે : નફફટ નિવેદન

ઇસ્લામાબાદ તા. ૧૯ : પુલવામાં આતંકી હુમલા પર જ્યાં ભારતમાં ભારે ક્રોધ છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાને આ મુદ્દા પર ભારતને ખુલ્લી ધમકી આપી દીધી છે. ઇમરાન ખાને બેશરમીની બધી જ હદો વટાવીને કહ્યું છે કે, આ હુમલામાં પાકિસ્તાનનો કયાંય હાથ નથી. ભારત પાસે પુરાવા માંગીને ઇમરાને તમામ હદો વટાવી દીધી છે.

પાકિસ્તાને પીએમ ઇમરાન ખાને કહ્યું કે, આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે જ નહિ. ઇમરાને કહ્યું કે, ભારતે કોઇ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ મુકયો છે. તેઓએ કહ્યું કે, જો ભારત પાકિસ્તાન પર કાર્યવાહી કરશે તો પાકિસ્તાન પણ હુમલો કરશે, તેમના સંબોધનમાં ઇમરાને ફરી એકવાર કાશ્મીર રાગ કર્યો.

ઇમરાન ખાને બેશરમીની બધી જ હદો વટાવીને કહ્યું છે કે, આ હુમલામાં પાકિસ્તાનનો કયાંય હાથ નથી. ભારત પાસે પુરાવા માંગીને ઇમરાને તમામ હદો વટાવી દીધી છે.

ઇમરાને કહ્યું કે, કાશ્મીરમાં આ પ્રકારની ઘટના કેમ બની રહી છે તેના પર વિચારવાની જરૂર છે. તેઓએ કહ્યું, અમે તે હુમલો કેમ કરાવીએ, અમને તેનાથી શું ફાયદો થશે, પાકિસ્તાન ત્રાસવાદીનો સૌથી મોટો દુશ્મન છે. આ નવું પાકિસ્તાન, નવી માઇન્ડસેટ અને નવી વિચારધારા છે અમે પણ ત્રાસવાદનો ખાત્મો કરવા ઇચ્છીએ છીએ. પાકિસ્તાન ખુદ આતંકથી પીડીત દેશ છે.

પાકિસ્તાનના નામે સંબોધનમાં ઇમરાને કહ્યું, હું ભારત સરકાર માટે જવાબ આપી રહ્યો છું, જ્યારે સાઉદી પ્રિન્સ અમારી દેશની મુલાકાતે હતા તો પાકિસ્તાન એવું કરે નહિ. જ્યારે પણ કાશ્મીરમાં કોઇ ઘટના બની હોય તો પાકિસ્તાનને જવાબદાર ગણાવવા યોગ્ય નથી. પાકિસ્તાનને દર વખતે દોષિત ગણાવવું યોગ્ય નથી.

ઇમરાને કહ્યું કે તેમનો દેશ આતંક પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જયારે પણ અમે ભારત સાથે વાતચીત કરવા માટે ઓફર કરીએ છીએ તો તેઓ કહે છે કે પહેલાં આતંકવાદને ખત્મ કરે. અમે આતંક પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રમાં આતંક ખત્મ થાય. અમને સૌથી વધુ આતંકથી નુકસાન થયું છે. ૧૦૦ અબજ ડોલરથી વધુ અમને આર્થિક નુકસાન થયું છે. ૧૫ વર્ષમાં ૭૦ હજાર પાકિસ્તાની આતંકના લીધે મરી ગયા છે.

ઈમરાને કહ્યું કે, હિન્દુસ્તાનમાં લોકો કહી રહ્યા છે કે, પાકિસ્તાનને સબક શીખવાડવું જોઈએ. કોઈ પણ કાયદો કોઈને પણ જજ બનવાની પરમિશન નથી આપતું. હાલ ભારત માટે ઈલેકશનનો સમય છે. તેથી જો તમે વિચારો છો કે, પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ, તો અમે જવાબ આપવા માટે બિલકુલ તૈયાર છીએ. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે, યુદ્ઘ શરૂ કરવુ સરળ છે. પરંતુ તેને પૂરી કરવી બહુ જ મુશ્કેલ છે. આ મુદ્દો ડાયલોગ્સ અને વાતચીતથી સોલ્વ થશે.

પાકિસ્તાની પીએમે શરમ વ્યકત કરવાના બદલે ઝેર ઓકીને કહ્યું છે કે, ભારત જો પુલવામા ત્રાસવાદી હુમલાની કોઇ પણ પ્રકારની તપાસ કરાવા માંગે છે તો અમે તૈયાર છીએ. નફફટ નિવેદન આપીને ઇમરાને કહ્યું કે, આ હુમલામાં પાકિસ્તાન હોવાનો પુરાવો હોય તો અમને આપે. અમે કાર્યવાહી કરીશું. અમારા પર કોઇ પણ પ્રકારનું દબાણ નથી. પાકિસ્તાની પીએમે નફફટ ભર્યા નિવેદનથી ફરી પાકિસ્તાનને શર્મશાર કર્યું છે.

(4:21 pm IST)