Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કેટલાય ગાઝી આવ્યા ને ગયા

કાશ્મીરમાં જે ઘુસશે તે જીવતો નહિ રહે

જૈશ પાકિસ્તાન આર્મીનું 'બચ્ચું' છેઃ કાશ્મીરી યુવકોને સરન્ડર કરવા આર્મીનો કડક સંદેશ

નવી દિલ્હી તા. ૧૯ : જમ્મુ - કાશ્મીર, પોલીસ, સેના અને સીઆરપીએફ એ સંયુકત પત્રકાર પરિષદ કરતાં પુલવામા હુમલા અને એન્કાઉન્ટરની માહિતી આપતા કાશ્મીરી યુવાનોને કડક સંદેશો આપતા તેમની માતાઓને અપીલ કરી. સેનાના લેફિટનેંટ જનરલ કે.જે.એસ ઢિલ્લન એ ભટકેલા કાશ્મીરી યુવાનોની માતાઓને અપીલ કરતાં કહ્યું કે પોતાના બાળકોને જે આતંકી સંગઠન સાથે જોડાયેલ છે તેને સરેન્ડર કરવા માટે મનાવો. તેમણે એમ પણ કહ્યું કે નહીં તો સેના તેમને મારીને ખાત્મો કરવા મજબૂર થશે. તેમણે જૈશ-એ-મોહમ્મદને પાકિસ્તાની સેનાના બાળકો ગણાવ્યા જેને સેના અને આઇએસઆઇ મળીને ચલાવી રહી છે.

લેફિટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન જીઓસી ચિનાર કોર્પ્સે કહ્યું કે અથડામણમાં જૈશના ૩ કમાન્ડર ઠાર થયા છે. આ હુમલામાં બીજા કોણ સામેલ હતા અને શું પ્લાન હતો, આ અમે શેર કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આર્મીના જ બાળકો છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાનું ૧૦૦ ટકા ઇન્વોલ્વમેન્ટ છે. તેમાં અમને અને તમને કોઇ શંકા નથી.

પત્રકાર પરિષદમાં સેનાના લેફિટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન એ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના પેરેન્ટસ ખાસ કરીને માતાઓને અપીલ કરૃં છું કે તમારા બાળકોને સમજાવો અને ખોટા રસ્તા પર જતા રહેલા બાળકોને સરેન્ડર કરવા માટે બોલાવો. તેમને સમજાવો અને મુખ્યધારામાં પાછા આવવા માટે કહો. તેમણે કહ્યું કે કાશ્મીરમાં જે બંદૂક ઉઠાવશે તે મરી જશે. તેમણે કહ્યું કે અમે સરેન્ડર કરનારાઓ માટે કેટલાંય પ્રકારના સારા કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ, પરંતુ આતંકી વારદાતોમાં સામેલ રહેનારાઓ માટે કોઇ રહમદિલી દેખાડશે નહીં.

'પત્રકાર પરિષદમાં ઢિલ્લનને પુલવામા એટેક અને એનકાઉન્ટરમાં શહીદ થતા તમામ જવાનોને શ્રદ્ઘાંજલિ આપી. તેમણે કહ્યું કે એનકાઉન્ટરમાં ૨ પાકિસ્તાનઓની સાથે ૧ સ્થાનિક આતંકીનું પણ મોત થયું છે. લેફિટનટ જનરલ કેજેએસ ઢિલ્લન જીઓસી ચિનાર કોર્પ્સે કહ્યું કે ગઇકાલના ઓપરેશનમાં ફ્રન્ટ પર લીડ કરનારા અમારા બ્રિગેડિયર હરદીપ રજા પર હતા, પરંતુ જયારે તેમણે પુલવામા અથડામણ અંગે ખબર પડી તો તેઓ રજા પરથી પાછા આવ્યા અને અડધી રાત્રે ડ્યુટી પર તૈનાત થયા. હું સ્થાનિક નાગરિકોને અપીલ કરું છું કે તેઓ ઓપરેશન દરમ્યાન અમારો સહયોગ કરે.'

'લેફિટનટ જનરલ કેજેએસ ઢિલ્લન જીઓસી ચિનાર કોર્પ્સે કહ્યું કે ગઇકાલની ઘટનામાં જે જવાન શહીદ થયા કે પછી જેમણે ઇજા આવી આપણે સ્પષ્ટ કરી દો કે સેનાના ઓપરેશનમાં સંપૂર્ણ રીતે કોઇ સ્થાનિકને કોઇ ઇજા ના પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું. બીજીબાજુ સીઆરપીએફના આઇજી જુલ્ફિકાર હસને કહ્યું કે શહીદ થયેલા જવાનોના પરિવારને કહેવા માંગીશ કે તમે તમને એકલા ના સમજો. તમારા માટે અમે હંમેશા ઉભા છીએ. દેશના જુદા-જુદા ભાગોમાં કાશ્મીરી બાળકો માટે પણ અમે હેલ્પલાઇન ચલાવી રહ્યા છીએ, જેથી કરીને તેમણે અપ્રિય સ્થિતિનો સામનો ના કરવો પડે.'

'પત્રકાર પરિષદમાં સેનાના લેફિટનેંટ જનરલે કહ્યું કે પુલવામા હુમલાના ૧૦૦ કલાકની અંદર જ આતંકીઓને ઠાર કરી દીધા. આ હુમલામાં ISIનો હાથ હોવાની આશંકાને નકારી શકાય નહીં. કાશ્મીર પોલીસના આઇજી એસપી પાણિએ કહ્યું કે ગયા વર્ષે જૈશ ૫૬ આતંકીઓ મરી ગયા અને આ વર્ષે પણ અત્યાર સુધીમાં ૩૧ આતંકીઓમાંથી ૧૨ જૈશના હતા. તેમણે કહ્યું કે કાશ્મીરમાં યુવાનો આતંકી ગતિવિધિઓ સાથે જોડાય તે ઘટનામાં ઘટાડો આવ્યો છે. ઘાટીમાં જે પણ ઘૂસણખોરી કરશે તે જીવતો બચી શકશે નહીં.'

'લેફિટનેંટ જનરલ ઢિલ્લનને જૈશના ચીફ કમાન્ડર ગાઝી રશીદ માટે કહ્યું કેટલાંય ગાઝી આવ્યા અને કેટલાંય જતા રહ્યા, અમે તેમને એવી જ રીતે હેન્ડલ કરીશું કોઇપણ આવે. તેમણે કહ્યું કે અમારું ફોકસ કિલયર છે જે પણ ઘાટીમાં ઘૂસણખોરી કરશે. તે જીવતું પરત ફરશે નહીં. તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી ચાલુ છે, પરંતુ ઘૂસણખોરીમાં કેટલીક હદ સુધી ઘટાડો આવ્યો છે.'

(4:20 pm IST)