Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કંધહારના દોષીઓને કોણે છોડયા? એ કોની જવાબદારી?: સિધ્ધુનો પલટવાર

પંજાબ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન સિધ્ધુ વિરૂદ્ધ ભારે નારેબાજી સામે સિધ્ધુએ પણ ફટાકાબાજી કરી! પોતાના વિધાનો ઉપર અડગ

નવી દિલ્હી તા.૧૯:પંજાબ વિધાનસભામાં ગઇકાલે બજેટ રજુ કરાયેલ પણ બજેટ દરમિયાન અકાળી દળ અને ભાજપના ધારાસભ્યોએ સિધ્ધુ વિરૂદ્ધ ભારે નારેબાજી કરતા હંગામો મચી ગયેલ.

જો કે આ બધુ થવા છતા સિધ્ધુએ જણાવેલ કે પોતે પોતાની વાત ઉપર અડગ છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેણે જણાવેલ કે આતંકવાદને સહન નહીં કરાય, જે લોકો હુમલાના જવાબદાર છે તેમને આકરી સજા આપવી જોઇએ જેથી આવનારી પેઢીઓ યાદ રાખે. તેમણે વધુમાં જણાવેલ કે તે પોતાની વાત ઉપર કાયમ છે.

સિધ્ધુએ પલટવાર કરતા જણાવેલ કે ૧૯૯૯માં કંધહાર મામલાના દોષીઓને કોણે છોડયા? એ કોની જવાબદારી છે ? આપણી લડાઇ તેમના વિરૂદ્ધ છે. આપણા જવાન કેમ શહીદ થાય છે? આ વસ્તુનું કોઇ સ્થાયી સમાધાન કેમ નથી?.

(3:43 pm IST)