Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આવા હરામખોરો પણ દેશમાં વસે છે

અર્ધલશ્કરી દળના શહીદ જવાન ઓમપ્રકાશના પત્નિ સાથે લાખોની છેતરપીંડી

જમ્મુ કાશ્મીર : હાલમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં ૪૦ જેટલા ઘ્ય્ભ્જ્ ના જવાનો શહીદ થયા છે, ત્યારે આ શહીદો ના પરિવાર માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. તો બીજી બાજુ એક ઘ્ય્ભ્જ્દ્ગક્ન શહીદ જવાનની પત્ની સાથે આઠ લાખની છેતરપિંડી થઈ હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના સિહોરમાં એક શહીદની વિધવા સાથે સાડા આઠ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે

શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ પર વર્ષ ૨૦૧૩માં હુમલો થયો હતો અને આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. જે પૈકી એક હતા મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના નિવાસી ઓમ પ્રકાશ, ઓમ પ્રકાશ તેમની પાછળ તેમની પત્ની કોમલ બાઈ, સાત અને પાંચ વર્ષના બે બાળકને છોડી ગયા હતા. તેઓને સરકાર તરફથી સહાયતાની રાશિ આપવામાં આવી હતી. કોમલે જણાવ્યું કે ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ તેમની પાસે એક વ્યકિત આવ્યો હતો, તેણે પોતાની ઓળખ સીઆરપીએફના વ્યકિત તરીકેની આપી હતી. આ વ્યકિતએ કહ્યું હતું કે તેને સીઆરપીએફ તરફથી શહીદ થયેલા જવાનોના ઘરે જઈને તેમના પરિવારની સ્થિતિ જોવા માટે મોકલવામાં આવ્યો છે. આ વ્યકિતએ તેનું નામ મિશ્રી લાલ મીના જણાવ્યું. તેણે શહીદ જવાનની પત્નીને કહ્યું કે સીઆરપીએફ શહીદ જવાનની વિધવાઓને વધુ ૩૪ લાખ રૂપિયાની રાશિ આપવાની છે, પણ તે રાશિ ત્યારે જ મળશે કે જયારે તે પોતાના એકાઉન્ટમાંથી સાડા આઠ લાખ રૂપિયા કાઢશે. આ વ્યકિત શહીદ જવાનની પત્નીને બેંક સુધી લઈ ગયો અને ત્યાંથી રૂપિયા કાઢ્યા.

શહીદ જવાનની પત્ની પાસેથી રૂપિયા લઈને આ વ્યકિત ભાગી ગયો ત્યારબાદ શહીદ જવાનની પત્ની કોમલે પોલીસને આ અંગેની સૂચના આપી. પોલીસે આ અંગે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. પોલીસે સીઆરપીએફની મદદ માગી છે અને આરોપીની જલદી ધરપકડ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે આરોપી જાણભેદુ લાગી રહ્યો છે.

(3:43 pm IST)