Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કલાસિક લિજેન્ડ પ્રા.લીનું ગુજરાતમાં થયુ વિસ્તરણ

રાજકોટમાં શરૂ થયેલ બીજો શો-રૂમ

મુંબઇ, તા.૧૯: કલાસિક લિજેન્ડ પ્રા. લિ.એ ગુજરાતમાં આજે તેની નવી જાવા મોટરસાઈકલ ડિલરશિપના લોન્ચિંગની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. નવો શોરૂમ અમદાવાદમાં વર્તમાન જાવા ડિલરશિપમાં ઉમેરો કરે છે અને ત્યાર બાદ સુરત અને વડોદરામાં બે નવી ડિલરશિપ શરૂ કરાશે. રાજકોટમાં શરૂ થયેલી ડિલરશિપ નીચેના સ્થળે છે.

રાજકોટ, કુવાડવા માર્ગઃ પ્રોગ્રેસિવ મોટર્સ પ્રા. લિ., જૂના એફ.સી.આઈ. ગોડાઉનની સામે, સંજીવની હોસ્પિટલની નજીક, કુવાડવા માર્ગ, રાજકોટ - ૩૬૦૦૦૩ બ્રાન્ડ ૧૦૦થી વધુ ડિલરશિપ શરૂ કરવાના તેના લક્ષ્યાંક તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને અમદાવાદમાં નવા આઉટલેટના લોન્ચિંગ સાથે ભારતમાં તેની કુલ ડિલરશિપની સંખ્યા ૪૫ થઈ ગઈ છે. અમદાવાદ ઉપરાંત બ્રાન્ડ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ ડિલરશિપ્સનું ઉદઘાટન કરશે અને જાવા મોટરસાઈકલ્સને રાજયમાં તેના બધા જ ચાહકોની નજીક લાવશે. રુસ્તમજી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી બોમન ઈરાનીએ જાવાના નિષ્ણાતો અને ગ્રાહકોની હાજરીમાં શોરૂમનું ઉદઘાટન કર્યું હતું.

જાવા અને જાવા ફોર્ટી ટુની કિંમત અનુક્રમે રૂ.૧,૬૫,૦૦૦/ અને રૂ.૧,૫૬,૦૦૦/ (એકસ શોરૂમ, રાજકોટ) છે. ડયુઅલ ચેનલ એબીએસ આવૃત્તિની કિંમત અનુક્રમે રૂ.૧,૭૩,૯૪૨/ અને રૂ.૧,૬૪,૦૦૦/ છે. શોરૂમમાં બુકિંગ શરૂ થઇ ગયુ છે.(૨૩.૧પ)

 

(3:32 pm IST)