Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

હીરોની સૌથી લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર પ્લસમાં આવ્યું નવું ફીચર

નવી દિલ્હી તા. ૧૯ : હીરો મોટોકોર્પે 125ccની ક્ષમતાવાળી પોતાની બાઈકસને કમાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (IBS)થી લેસ કરી દીધી છે. ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ સાથે જોડાયા બાદ આ બાઈકસની કિંમતમાં હવે ૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો વધારો થયો છે. તેમાં હીરો સ્પ્લેન્ટર પ્લસથી લઈને હીરો ગ્લેમર સુધીના મોડલ શામેલ છે.

IBS ફીચર રિયર બ્રેક લગાવવા પર ફ્રંટ અને રિયર બ્રેક વચ્ચે એકશન ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરે છે. આ ખાસ ટેકનોલોજીથી બાઈકમાં બ્રેક મારતા સમયે સ્લાઈડ થવાનું કે અનિયંત્રિત થવાનું જોખમ ઘટી જશે. આઈબીએસ ફીચર જોડાયા બાદ સ્પેન્ડર પ્લસની સીરિઝની કિંમતમાં ૬૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. સેલ્ફ સ્ટાર્ટ આઈબીએસ વેરિયન્ટની કિંમત ૫૨,૮૬૦ રૂપિયા અને i3S સાથે આઈબીએસ વેરિયન્ટની કિંમત ૫૪,૧૫૦ રૂપિયા થઈ ગઈ છે.

આ ઉપરાંત પેશન પ્રો ડ્રમ બ્રેકમાં આઈબીએસ ફીચર જોડાયુ છે, જેની કિંમત હવે ૫૪,૪૭૫ રૂપિયા થઈ ગઈ છે. પેશન એકસ પ્રો ડ્રમ બ્રેકની કિંમત ૫૬,૧૦૦ રૂપિયા થઈ ગઈ. ગ્લેમર પ્રોગ્રામ્ડ FIની કિંમત સૌથી વધારે ૨૦૦૦ રૂપિયા વધી છે. આઈબીએસ બાદ હવે તેની કિંમત ૬૮,૯૦૦ રૂપિયા છે. આ પહેલા કંપનીએ HF-Deluxe બાઈકને આઈબીએસ સાથે લોન્ચ કર્યું હતું.

હીરોએ હાલમાં જે બાઈકસમાં આઈબીએસ ફીચર શામેલ નથી કર્યું તેમાં HF Deluxe Eco, Passion Pro 110, Passion X Pro ડિસ્ક વેરિયન્ટ, Splendor iSmart Plus અને Glamourનું કાર્બ્યુરેટેડ વર્ઝન શામેલ છે. ઉલ્લેખનીય છે કે ૧ાૃક એપ્રિલથી બધા 125CC બાઈકસમાં કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ હોવું અનિવાર્ય હશે. તેને જોતા જ હીરોએ પોતાની બાઈકસમાં આ ફીચર ઉમેરી રહી છે.(૨૧.૩૫)

 

(3:34 pm IST)