Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પછાત વર્ગની વ્યકિતગત ધિરાણ યોજનામાં દોઢ ગણો વધારોઃ સરકાર બેંક ગેરંટી આપશે

સાડા સાત લાખ વડીલો માટે વૃદ્ધ પેન્શન વધારીને રૂ. ૧૫૦ કરાયુ : ૨૦૧૯-૨૦ના વર્ષમાં વધુ ૮ સમરસ છાત્રાલય બનાવાશે

ગાંધીનગર તા.૧૯: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિથી માંડીને કોમર્શીયલ પાયલોટ ટ્રેનિંગ સુધી સહાય આપવાની વિવિધ યોજનાઓ સર્વાંગી અને સંતુલિત વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે કે , અદ્યતન સુવિધા સાથેના સમરસ છાત્રાલય, વ્યવસાયિક અભ્યાસ માટટે માસિક સ્ટાઇપેન્ડ, પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ , JEE, NEET, UPSC, GPSC  જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તેૈયારી માટે આર્થિક સહાય,સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ, ગણવેશ સહાય, ભોજન બિલ સહાય, જેવી શ્રેણીબધ્ધ યોજનાઓ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચુ લાવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. તેમ નાણામંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું છે.

સામાજિક અને શૈક્ષણિક રીેતે પછાત વર્ગો માટે ૭૭૪ ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો, ૬૩ સરકારી છાત્રાલયો, ૧૮૮ આશ્રમશાળાઓ તેમજ ૩૩ નિવાસી શાળાઓ ચાલે છે. જેમાં કુલ ૮૨,૦૦૦ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જે માટે દર વર્ષે રૂ. ૧૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬૩૮ કરોડના ખર્ચે ૧૨ સમરસ છાત્રાલય બાંધવામાં આવેલ છે. જેમાં હાલ ૧૦,૫૦૦ વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. ૩૫ કરોડના ખર્ચે રહેવા જમવા સહિતની અન્ય સુવિધાઓ વિનામુલ્યે પૂરી પાડવામાં આવે છે. આ યોજનાને ખૂબ જ સારો આવકાર મળેલ છે. આ લોકઉપયોગી યોજનાને આગળ ધપાવી વર્ષ ૨૦૧૯-૨૦માં વધુ ૮ સમરસ છાત્રાલય શરૂ કરવામાં આવનાર છે.

અમારી સરકાર સમાજના પ્રત્યેક વર્ગ માટે સંવેદના ધરાવે છે. તેથી રાજ્યના સાડા સાત લાખ વૃદ્ધ વડીલોને સહાયભૂત થવા વૃદ્ધ પેન્શનમાં ૫૦ ટકાનો માતબર વધારો કરી તેમનું માસિક પેન્શન રૂ. ૫૦૦ થી વધારી રૂ. ૭૫૦ કરવાની હું જાહેરાત કરૃં છું. જેના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. રરર કરોડનો વધારા સહિત કુલ રૂ. ૬૬૯ કરોડનો ખર્ચ થશે.

વર્ષ ૨૦૧૮-૧૯માં બિન અનામત વર્ગની ૭૯ જાતિઓની આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો અને યુવાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આવા વર્ગના વિકાસ માટે સરકારે ખાસ આર્થિક પેકેજ જાહેર કરી તેનો અમલ શરૂ કરેલ છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તક આઠ નિગમો, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ, ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ગુજરાત આદિજાતિ વિકાસ નિગમને વ્યકિતલ ક્ષી ધિરાણ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના રૂ. ૧૦૦ કરોડના સ્પોર્ટમાં દોઢ ગણો વધારો કરી રૂ. ૧૫૦ કરોડનો સપોર્ટ કરવાની હું જાહેરાત કરું છું. જેથી આ નિગમોની પ્રવૃતિમાં વેગ આવશે.

આ નિગમો ભારત સરકારની સંસ્થાઓ પાસેથી વધુ ધિરાણ મેળવીને જરૂરિયાતમંદ લોકોને સ્વરોજગારી અને શેૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રોત્સાહન આપી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા બેન્ક ગેરંટી આપવામાં આવશે.(૧.૩૪)

(3:20 pm IST)