Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રોબર્ટ વાડ્રા ભીંસમાં : તપાસ ફરી શરૂ

વચગાળાના જામીન મંજૂર થયેલ તેના હવે માત્ર ૧૨ દિવસ બાકી રહ્યા છે ત્યારે

નવી દિલ્હી : કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટમાં લંડનની સંપત્ત્િ। બાબતે આજે તપાસ ફરી શરૂ થઈ રહી છે.

અગાઉ કોર્ટે રોબર્ટ વાડ્રાને રાહત આપતા વચગાળાની જામીન અરજીનો સ્વીકાર કરતા તેમને ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ધરપકડથી રાહત આપી હતી જે હવે ૨ માર્ચ સુધી લંબાવવામાં આવેલી છે. રોબર્ટ વાડ્રાના વચગાળાના જામીન પૂરા થવાને ફકત ૧૨ દિવસ બચ્યા છે.

આ દરમિયાન બિકાનેર, હરિયાણા વગેરે અનેક કેસમાં રોબર્ટ વાડ્રાની ઘણી વખત ઈડીની ઓફિસમાં કલાકો સુધી પૂછપરછ પણ થઈ છે.

૧૦ ફેબ્રુઆરીના રોજ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું, હું ઠીક છું, સારો છું અને જે પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેનો સામનો કરવા માટે અનુશાસિત છું. સત્યની હંમેશાં જીત થશે.

પોતાની ફેસબુક પોસ્ટમાં વાડ્રાએ લોકોનો ધન્યવાદ વ્યકત કરતા કહ્યું હતું, ઙ્કસમગ્ર દેશમાંથી જે મિત્રો અને સહયોગીઓએ મને સમર્થન આપ્યું છે હું તેમનો ધન્યવાદ કરું છું.

વાડ્રા પર શું છે કેસ?

લંડનમાં કથિત રુપે ઘર ખરીદવા મામલે વાડ્રા પર મની લોન્ડરીંગનો મામલો ચાલી રહ્યો છે. ભૂતકાળમાં વાડ્રાએ આ આરોપોને ઘણી વખત ફગાવ્યા છે.  તેમનું કહેવું છે કે બધા જ મામલા ભાજપની સરકારના દબાણમાં રાજકારણથી પ્રેરિત થઈને ચલાવવામાં આવી રહ્યાં છે.  ઈડીએ કોર્ટમાં કહ્યું છે કે વાડ્રા સાથે જોડાયેલી ઘણી સંપત્ત્િ।ઓ લંડનમાં છે. ઈડીનું કહેવું છે કે લંડનમાં વાડ્રાના બે ઘરની સાથે છ અન્ય ફ્લેટ્સ પણ છે.  એનડીટીવીના અહેવાસ અનુસાર વાડ્રાની સંપત્ત્િ।ની કિંમત આશરે ૧૨ મિલિયન પાઉન્ડ છે.  આ સંપત્ત્િ। ૨૦૦૫થી ૨૦૧૦ વચ્ચે ખરીદવામાં આવી હતી.

બિકાનેર જમીન કૌભાંડ

લંડનમાં ઘર ખરીદવા સિવાય વાડ્રા પર બીજા પણ કેટલાક કેસ ચાલી રહ્યા છે.

એનડીટીવીના અહેવાલ મુજબ સપ્ટેમ્બર ૨૦૧૫માં ઈડીએ રોબર્ટ વાડ્રા વિરુદ્ઘ મની લોન્ડરીંગનો કેસ નોંધ્યો હતો.

ઈડીનો આરોપ હતો કે રોબર્ટ વાડ્રાની માલિકી ધરાવતી કંપની સ્કાયલાઇટ્સ હોસ્પિટેલિટીએ બીકાનેર સ્થિત જમીન પર કબજો મેળવ્યો હતો.  આ જમીન ગરીબ ગ્રામીણોનાં પુનઃ સ્થાપન માટે હતી.

એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે રોબર્ટ વાડ્રાએ ૬૯.૫૫ હેકટર જમીન ખૂબ જ સસ્તાં ભાવે ખરીદી હતી અને તેને ૫.૧૫ કરોડ રૂપિયામાં ગેરકાયદેસર લેણદેણ કરીને વેચી નાખી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની માહિતી પ્રમાણે જે કંપનીને રોબર્ટ વાડ્રાએ જમીન વેંચી હતી તેના પણ શેરહોલ્ડર બોગસ હોવાનું બહાર આવ્યું હતું. વાડ્રાએ આ જમીન ૨૦૦૯થી ૨૦૧૧ વચ્ચે ખરીદી હતી જયારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી.

આરોપ એવા પણ લાગ્યા હતા કે આ જમીન હાઈવે કે ગ્રીડ સ્ટેશનોની નજીક હતી અને આ જમીન એવી જગ્યાઓ પર હતી જયાં સુર્યપ્રકાશ સૌથી વધારે આવતો હતો.

આમ કરીને રાજસ્થાન સરકારે રોબર્ટ વાડ્રાને ફાયદો પહોંચાડ્યો કેમ કે રાજયની સોલર નીતિ અનુસાર સોલર પાવર કંપનીઓને બોલાવવામાં આવી. રોબર્ટ વાડ્રાની કંપનીઓએ સોલર પાવર કંપનીઓને જમીન વેચી સારો એવો મુનાફો કમાવ્યો હોવાનો આરોપ લાગ્યો.  આ મામલે ઈડીએ ગત ડિસેમ્બરમાં વાડ્રા સાથે જોડાયેલી કંપની સ્કાયલાઇટ્સ હોસ્પિટેલિટી એલએલપીમાં દરોડા પણ પાડ્યા હતા.  વાડ્રા અને તેમના સહયોગી મનોજ અરોડા સાથે પૂછપરછ કરવામાં આવી હતી.

૨૦૦૯ પેટ્રોલિયમ ડીલ કેસ

એનડીટીવીમાં પ્રકાશિત સમાચાર અનુસાર ઈડીનો એવો પણ દાવો છે કે વાડ્રા અને તેમના સહયોગીઓને ૨૦૦૯માં થયેલી પેટ્રોલિયમ ડીલથી પણ પૈસા મળ્યા હતા. આ ડીલ પર વર્ષ ૨૦૦૯માં યુપીએના શાસનકાળ દરમિયાન હસ્તાક્ષર થયા હતા.

ભાજપનો આરોપ છે કે આ કરારથી રોબર્ટ વાડ્રાએ ખૂબ ફાયદો કમાવ્યો અને તેનાથી મળેલા પૈસાથી તેમણે લંડનમાં કરોડોની સંપત્ત્િ। ખરીદી હતી. ઈડીનો પણ દાવો છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે લંડનમાં વાડ્રાની સંપત્ત્િ। તેમની પેટ્રોલિયમ ડીલથી ખરીદવામાં આવી હતી.  ડીલના પૈસા સેન્ટેક ઇન્ટરનેશનલ, એફઝેડસીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કંપનીનું સંચાલન યુએઈમાં થતું હતું.  સેન્ટેકે જ પછી લંડન સ્થિત વોર્ટેકસ નામની ખાનગી કંપની પાસેથી ૧૨ બ્રાયનસ્ટોન મેન્શન ખરીદ્યું હતું. ત્યારબાદ એ જ વોર્ટેકસ કંપનીનાં બધા શેર એનઆરઆઈ વ્યવસાયી સી થંપીએ વાડ્રાની કંપની સ્કાયલાઇટને ટ્રાન્સફર કરી દીધા.

(11:24 am IST)