Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

હાય..હાય... મુંબઇમાં જેની બર્થ-ડે પાર્ટી હતી તેના પર જ મિત્રએ આચર્યુ કુકર્મ

૨૭ વર્ષની યુવતીને તેના જન્મદિવસે મળી ભયાનક ભેટઃ મામલો પોલીસમાં : ગેંગરેપનો ગુન્હો નોંધાયો

મુંબઈ તા. ૧૯ : પોલીસ ફરિયાદ મુજબ, યુવતી સાથે તેના મિત્રએ બર્થ ડેના દિવસે જ દુષ્કર્મ આચર્યું. આ કૃત્યમાં તેની બહેનપણીએ પણ આરોપીની મદદ કરી. રવિવારે ફરિયાદ નોંધાયા બાદ બળાત્કાર કરનાર યુવક અને મદદ કરનાર યુવતી સામે ગેંગ રેપનો ગુનો દાખલ કરાયો. હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ થઈ નથી. ૧૩ ફેબ્રુઆરીએ પીડિત યુવતીનો જન્મદિવસ હતો ત્યારે વસઈની એક હોટલમાં સેલિબ્રેશનમાં આરોપી યુવક-યુવતી આવ્યા હતા.

બર્થ ડે સેલિબ્રેશન પૂરું થયા બાદ આરોપી યુવતીએ બર્થ ડે ગર્લને નજીકમાં આવેલા ફલેટમાં તેમની સાથે વેલેન્ટાઈન ડેને વેલકમ કરવા આમંત્રણ આપ્યું. વાલીવ પોલીસ સ્ટેશનમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફલેટ પર પહોંચ્યા પછી પેલી યુવતીએ બર્થ ડે ગર્લની વાઈનમાં કશુંક ભેળવીને આપ્યું, જે બાદ તેને ચક્કર આવવા લાગ્યા. મદદનીશ યુવતીએ તેને પલંગ પર સૂવડાવવામાં મદદ કરી.

ફરિયાદ પ્રમાણે, થોડીવારમાં યુવક-યુવતી બેડરૂમમાં આવ્યા. યુવતીએ પીડિતાના હાથ પકડી રાખ્યા અને યુવકે બળાત્કાર ગુજાર્યો. લગભગ અડધો કલાક સુધી પીડિતાનું શારીરિક શોષણ થયું. અડધી રાત્રે પીડિતા ભાનમાં આવી ત્યારે બંનેએ તેને ચૂપ રહેવા માટે ધમકાવી. બાદમાં બધા મુંબઈ સ્થિત પોતપોતાના ઘરે પરત ફર્યા.(૨૧.૧૦)

(9:53 am IST)