Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

POKમાં આવેલા ત્રાસવાદી ટ્રેનીંગ કેમ્પ ઉપર હુમલાની તૈયારી

સીમાવર્તી ક્ષેત્રમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા પછી હુમલાનો પ્રારંભ થઇ શકે છે: આર્મી મિસાઇલો ઉપરાંત બોફોર્સ તોપનો પણ ઉપયોગ કરશે: સેનાના ઘણા યુનિટોને તૈયાર રહેવા આદેશો

જમ્મુ તા. ૧૯ : પુલવામા હુમલા પછી બદલો લેવા માટે ભારત પાકિસ્તાન પર હુમલો કરશે, પરંતુ માત્ર આતંકી ત્રાસવાદી અડ્ડાઓ પર, જયાં ત્રાસવાદની તાલીમ આપવામાં આવે છે અને બ્રેઇન વોશ કરીને યુવાનોને આતંકી બનાવવામાં આવે છે. આ હુમલાના પરિણામોથી ભારત વાકેફ છે, તેથી સીમા પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે સૈન્યની જમાવટ કરવામાં આવી રહી છે. જોકે, પાકિસ્તાન દ્વારા પણ સીમા પર સેનાની જમાવટ કરવાની પહેલ કરવામાં આવી છે, કારણ કે પાકિસ્તાન જાણે છે કે ભારત પુલવામામાં થયેલા હુમલાનો બદલો અવશ્ય લેશે.

ઉચ્ચ સંરક્ષણ સૂત્રના જણાવ્યા મુજબ સીમા પર સૈનિક અને સૈન્ય શસ્ત્ર સરંજામની તૈયારી કોઇ જંગ માટે નથી, પરંતુ આ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવનારી જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી જે યુદ્ઘ છેડવામાં આવશે, તેનો સામનો કરવા માટે છે. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર પાક કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદના ટ્રેનિંગ કેમ્પો પર હુમલા કરવા માટે ભારતીય સેનાએ પૂરી તૈયારી કરી લીધી છે. જોકે, એક સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેનીંગ કેમ્પ પર હુમલા કરવા માટે ભારતીય સેનાએ પૂરી તૈયારી કરી લીધી છે, પરંતુ મળતી ખબર અનુસાર ટ્રેનીંગ કેમ્પ પર હુમલા કરવા માટે તથા તેના પરિણામથી દેશને બચાવવા માટે કરવામાં આવનારી તૈયારી માટે ભારતીય સેનાએ ૨૦થી ૩૦ દિવસનો સમય માગ્યો છે અને એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે સીમાવર્તી ક્ષેત્રમાં લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા બાદ હુમલાનો આરંભ થઇ શકે છે.

ડિફેન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર પાક કબજા હેઠળના કાશ્મીરમાં આવેલા ટ્રેનીંગ કેમ્પ પર હુમલો કરવા માટેની તૈયારી આરંભી દેવામાં આવી છે, જેમાં મિસાઇલ ઉપરાંત બોફોર્સ તોપનો પણ ઉપયોગ કરવામાં આવશે. સેનાના ઘણા કમાન્ડો યુનિટોને પણ આ કામ માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે અને તેમના ટાસ્કની પૂરી જાણકારી આપવામાં આવી છે. હાલમાં એ નક્કી નથી કે આતંકી પ્રશિક્ષણ કેન્દ્રો પર હુમલા માટે બધા વિકલ્પોનો એક સાથે ઉપયોગ કરવામાં આવશે કે વારાફરતી તેનો પ્રયોગ કરવામાં આવશે. આતંકવાદી ટ્રેનિંગ કઙ્ખમ્પો પર હુમલા કરીને એને નષ્ટ કરવા માટે જે વિકલ્પો વિચારવામાં આવ્યા છે તેમાં સૌથી મુખ્ય જમીનથી જમીન પર હુમલો કરી શકે એવા મિસાઇલોનો ઉપયોગ ઉપરાંત કમાન્ડોની રેડ પણ સામેલ છે.(૨૧.૬)

(9:49 am IST)