Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રાજસ્થાનમાં બેકાબુ ટ્રેલરએ જાનૈયાને અડફેટે લેતા 15થી વધુ લોકોના કરૂણમોત

પ્રતાપગઢના નાની સાદડી ગામે લગ્ન પ્રસંગ માતમમાં બદલાઇ ગયો

રાજસ્થાનમાં પ્રતાપગઢમાં એક લગ્ન પ્રસંગ માતમમાં બદલાઇ ગયો. અહીં એક બેકાબૂ ટ્રેલર જાનૈયાઓ પર ફરી વળ્યું છે. જેના કારણે ઘટના સ્થળે જ 12 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ છે. આ દુર્ઘટના પ્રતાપગઢના નાની સાદડી ગામે બની છે. દુર્ઘટના મોટી હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

(12:32 am IST)