Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આરબીઆઇ વચગાળાના ડિવિડન્ડ પેટે સરકારને 28 હજાર કરોડ આપશે :બોર્ડ બેઠકમાં મોટો નિર્ણય

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે તેઓ વચગાળાના ડિવિડન્ડ તરીકે સરકારને 28 હજાર કરોડ રૂપિયા આપશે. RBIની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

 રિઝર્વ બેંકએ જણાવ્યું કે બોર્ડે દેશની વર્તમાન આર્થિક સ્થિતિની સમિક્ષા કરી. સાથે જ RBIના કેપિટલ ફ્રેમવર્કના સીમિત ઓડિટ રિવ્યૂ બાદ 28 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડને સરકારને ટ્રાન્સફ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકની અધ્યક્ષતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કરી હતી.

  આ પહેલા નાણાપ્રધાન અરૂણ જેટલીએ આરબીઆઇ બોર્ડની બેઠકને સંબોધિત કરી હતી. આ સતત બીજુ વર્ષ છે કે જ્યારે રિઝર્વ બેંકએ સરકારને ડિવિડન્ડ ટ્રાન્સફર કરશે. આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી.

(12:00 am IST)